પ્રકાશ વાઘાણીને ભાજપ પક્ષમાં અસંસતોષ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
2/6
સુત્રોના જણાવ્યા પ્રમાણે, લોકોના પ્રશ્નોની વારંવાર રજુઆત કરેલી હોવા છતાં પણ કોઈ પણ જાતનો નિકાલ ન કરતાં પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
3/6
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ પ્રકાશ વાઘાણીએ આજે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપવામાં ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતાં જ્યાં આપ્યું હતું. જ્યાં ભાજપ શહેર પ્રમુખ સનત મોદીને રાજીનામું આપ્યું હતું.
4/6
પ્રકાશ વાઘાણી પૂર્વ પાટીદાર કન્વીનર અને પૂર્વ શહેર કોંગ્રેસના ઉપ-પ્રમુખ પદ પર રહી ચૂક્યા હતાં. છેલ્લા વિધાનસભા ચૂંટણી સમયે પ્રકાશ વાઘાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતાં.
5/6
આજે ભાવનગર ભાજપમાં ઉપાધ્યની ફરજ પરની જવાબદારી નિભાવી રહેલ પ્રકાશ વાઘાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના ગઢમાં ગાબડું જોવા મળ્યું હતું જ્યારે ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાના પગલે ભાવનગર રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
6/6
ભાવનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પછી પણ રાજકારણ જોરશોરમાં ચાલી રહ્યું છે ત્યારે હાલ કોંગ્રેસનો મોદી સરકાર માટે જોરદાર વિરોધ ચાલી રહ્યો છે. જ્યારે આજે ભાવનગર ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. જેના કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ભાવનગર ભાજપના ઉપાધ્યક્ષની ફરજ પરની જવાબદારી નિભાવી રહેલ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપી દીધું છે.