શોધખોળ કરો
શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી કેવી રીતે બન્યા પ્રમુખ સ્વામી, જાણો રસપ્રદ હકીકત
1/3

શાસ્ત્રી મહારાજે 1946 માં પ્રમુખ સ્વામીને 28 વર્ષની ઉમરે સારંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમ્યા. 21-05-1950ના દિવસે શાસ્ત્રીજી મહારાજે નારાયણસ્વરૂપદાસજી મહારાજની BAPSના પ્રમુખ તરીકે વરણી કરી. આ રીતે નારાયણ સ્વરૂપદાસજી ‘પ્રમુખ સ્વામી મહારાજ’ તરીકે ઓળખાવવા લાગ્યા.
2/3

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા છે. પ્રમુખ સ્વામીએ શનિવાર સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા. 22 નવેમ્બર 1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. બાદમાં 10, જાન્યુઆરી 1940ના રોજ શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી નારાયણસ્વરૂપ દાસ સ્વામી એવું નામ પાડ્યુ હતું.
Published at : 14 Aug 2016 03:46 PM (IST)
View More





















