શોધખોળ કરો

Budget 2024: મોબાઈલ રિચાર્જ પ્લાન થઈ શકે છે વધુ મોંઘા, 5G સર્વિસ પર થશે અસર?

ઘણી મોટી જાહેરાતો કરી જેમાંથી એક પસંદગીના ટેલિકોમ સાધનો પર Printed Circuit Board Assemblies  (PCBA)ની ડ્યૂટીમાં વધારો કર્યો હતો.

Union Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કર્યું. આ સમય દરમિયાન, તેમણે ઘણી મોટી જાહેરાતો કરી જેમાંથી એક પસંદગીના ટેલિકોમ સાધનો પર Printed Circuit Board Assemblies  (PCBA)ની ડ્યૂટીમાં વધારો કર્યો હતો. આ વધારો 10% થી 15% હશે. તેની અસર ઘણા મોબાઈલ યુઝર્સ પર જોવા મળશે.

ટેલિકોમ ઈક્વિપમેન્ટની કિંમતમાં વધારાને કારણે તે મોબાઈલ યુઝર્સને ઘણી રીતે અસર કરી શકે છે. ખરેખર, PCBA પર વધુ ડ્યૂટીને કારણે ટેલિકોમ  ઈક્વિપમેન્ટની કિંમતમાં વધારો થઈ શકે છે. આ આડકતરી રીતે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને અસર કરી શકે છે અને ઓપરેશનલ કોસ્ટમાં પણ વધારો કરશે. ટેલિકોમ કંપનીઓ ટૂંકા ગાળામાં ટેરિફ વધુ મોંઘી કરી શકે છે. એટલું જ નહીં, 5G રોલઆઉટની રફતાર  પણ ધીમી પડશે.

સર્વિસ ચાર્જ વધી શકે છે

ટેલિકોમ ઓપરેટરને આ કારણે  ઓપરેશનમાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. તેના કારણે ગ્રાહકને વધારે સર્વિસ ચાર્જ અથવા મોંઘા ટેરિફનો સામનો કરવો પડી શકે છે. COAI તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવામાં આવે જેથી કરીને 5G રોલ આઉટ ઝડપી થઈ શકે. બાદમાં વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ડ્યુટી વધારી શકાય છે. જો કે તેમ ન થતાં આ બજેટમાં ડ્યુટી વધારવામાં આવી છે.

નેટવર્ક વિસ્તાર પર પડશે અસર 

PCBAમાં વધારો થયા બાદ ભારતમાં ટેલિકોમ સેક્ટરના નેટવર્કના વિસ્તરણમાં મુશ્કેલીઓ આવી શકે છે, કારણ કે તેના કારણે નેટવર્ક વિસ્તરણનું કામ મોંઘું થઈ જશે અને નેટવર્કનું કામ ધીમું પડી શકે છે. ભારતમાં વધુ 5G સાધનોનું ઉત્પાદન થતું નથી, તેથી હવે 5G રોલઆઉટમાં વિલંબ થઈ શકે છે.

સર્વિસ ક્વોલિટી થઈ શકે છે પ્રભાવિત 

PCBAમાં વધારો થવાને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં મોબાઈલ સેવાની ગુણવત્તા અને કવરેજ પર પણ અસર પડી શકે છે. ગ્રામીણ અને અન્ય વિસ્તારોમાં આની નોંધપાત્ર અસર પડી શકે છે.

ઈન્ડસ્ટ્રી પર શું થશે અસર ?

PCBA ડ્યૂટીમાં વધારો થવાને કારણે ઓપરેટરો રોકાણની યોજના થોડા સમય માટે મુલતવી રાખી શકે છે. લોકલ મેન્યુફેક્ચરિંગ પર ભારે અસર પડશે, PCBA ડ્યુટીમાં વધારા બાદ લોકલ મેન્યુફેક્ચરિંગને વેગ મળી શકે છે. જો કે, તેને વિકસાવવામાં થોડો સમય લાગશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી

PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન

BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ

Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ

Embed widget