શોધખોળ કરો

Economic Survey 23: નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે, 2023-24માં 6-6.8 ટકા વચ્ચે રહેશે GDP

Economic Survey 2023 Highlights: રાષ્ટ્રપતિના સંબોધન પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો હતો

Economic Survey 2023: રાષ્ટ્રપતિના સંબોધન પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો હતો.  આજથી બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે સંસદમાં 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે દેશની ભાવિ આર્થિક દિશા અને સ્થિતિ શું હશે, આવતીકાલે તેની બ્લૂ પ્રિન્ટ દેશની સામે હશે. જોકે આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 8.7 ટકા હતો.

આર્થિક સર્વેમાં શું ખાસ છે

આર્થિક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2022-23માં આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે, જ્યારે 2021-22 માટે આર્થિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે 2022-23માં ભારતીય અર્થતંત્ર 8 થી 8.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ હતો. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે આર્થિક વિકાસ દર ગયા વર્ષે વ્યક્ત કરાયેલા અંદાજ કરતાં ઓછો હોઈ શકે છે.

ઇકોનોમિક સર્વેની હાઇલાઇટ્સ

આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંકટ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે અને કોરોનાને કારણે ખેતી પર ન્યૂનતમ અસર જોવા મળી છે. ફુગાવાના ઊંચા દરને કારણે ખાનગી રોકાણ અવરોધાયું છે. જો કે, કોરોનાને કારણે બે વર્ષ મુશ્કેલ હતા અને કોરોનાની સાથે મોંઘવારી પણ પોલિસીઓને અસર કરી છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો કર્યો છે. કોરોનાની સૌથી વધુ અસર સર્વિસ સેક્ટર પર જોવા મળી છે.

ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એક વખત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રાહત મળી જાય તો પછી આગામી દાયકાઓમાં ભારતીય અર્થવ્યવસ્થા વધુ ઝડપી ગતિએ આગળ વધશે. સર્વે મુજબ ભારતીય અર્થવ્યવસ્થાનો આઉટલૂક કોરોના પહેલા કરતા સારો છે અને આવનારા વર્ષોમાં અર્થવ્યવસ્થા તેની સંપૂર્ણ ક્ષમતા સાથે વિકાસ કરશે.

રાષ્ટ્રપતિના સંબોધનની વિશેષતાઓ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મારી સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓથી સરકારની પ્રાથમિકતાથી વંચિત હતા. હવે તેમને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં 11 નાના ખેડૂતો છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના ખેડૂતોને 2.25 લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. આ લાભાર્થીઓમાં 3 કરોડ મહિલા લાભાર્થીઓ છે. આ મહિલાઓને 54000 કરોડ રૂપિયા મળ્યા છે. દેશનું ઉડ્ડયન ક્ષેત્ર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે. ભારત G-20 સભ્ય દેશો સાથે મળીને વર્તમાન વૈશ્વિક પડકારોનો સામૂહિક ઉકેલ શોધવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Embed widget