શોધખોળ કરો
સંસદનુ બજેટ સત્ર આજથી, પહેલા દિવસે રાષ્ટ્રપતિનુ અભિભાષણ, બાદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થશે
મોદી સરકારના બીજા કાર્યકાળનુ પહેલુ બજેટ 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે
![સંસદનુ બજેટ સત્ર આજથી, પહેલા દિવસે રાષ્ટ્રપતિનુ અભિભાષણ, બાદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થશે modi government and union budget session parliament 2020 સંસદનુ બજેટ સત્ર આજથી, પહેલા દિવસે રાષ્ટ્રપતિનુ અભિભાષણ, બાદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/31140355/Parliament-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સંસદનુ બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે, બજેટ સત્ર વર્ષનુ પહેલુ સત્ર હોય છે, એટલે પહેલા દિવસે રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરે છે, બસ આ પરંપરા અનુસાર આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સેન્ટ્રલ હૉલમાં બન્ને ગૃહોના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરશે.
અર્થવ્યવસ્થાની બગડતી હાલતની વચ્ચે આજે સંસદનુ બજેટ સત્ર શરૂ થઇ રહ્યુ છે, જેથી શાસક અને વિપક્ષ આમને સામે આવવાની પુરેપુરી સંભાવના છે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ સરકાર દેશનુ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.
મોદી સરકારના બીજા કાર્યકાળનુ પહેલુ બજેટ 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે.
આજે સંસદમાં શું શું થશે.
સંસદમાં સવારે 9.30 વાગે વિપક્ષી નેતાઓની બેઠક યોજાશે
બપોરે 2 વાગે બીજેપી પાર્લામેન્ટ્રી કમિટીની બેઠક થશે
3 વાગે એનડીએના નેતાઓની બેઠક મળશે
સાંજે 4 વાગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ રાજ્યસભામાં ફ્લૉર લીડર્સની સાથે બેઠક કરશે.
![સંસદનુ બજેટ સત્ર આજથી, પહેલા દિવસે રાષ્ટ્રપતિનુ અભિભાષણ, બાદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ થશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/31140355/Parliament-01-300x200.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)