શોધખોળ કરો

Budget 2024:યુવાઓને રોજગારી માટે નાણામંત્રીએ લોન્ચ કરી ત્રણ નવી યોજના, એક કરોડ યુવાઓને ઇન્ટર્નશીપની સુવિધા

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનોને રોજગાર આપવા માટે મોટી જાહેરાત કરી છે.

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનોને રોજગાર આપવા માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ પીએમ પેકેજ હેઠળ રોજગાર લિંક્ડ સ્કીમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ, સરકાર પ્રથમ વખત રોજગારમાં આવતા નવા યુવાનોને ત્રણ યોજનાઓ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાય પૂરી પાડશે. આ યોજનાઓનો લાભ EPFOમાં નોંધણીના આધારે આપવામાં આવશે.

સ્કીમ-1

સંગઠિત ક્ષેત્રમાં આવતા કર્મચારીઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે જેઓ EPFOમાં નોંધાયેલા હશે. તેમને એક મહિનાનો 15,000 રૂપિયાનો પગાર DBT દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આ માટે 1 લાખ રૂપિયા સુધીની પગાર મર્યાદા છે. આ યોજનાનો લાભ 2.10 લાખ યુવાનોને મળશે.

સ્કીમ-2: મેન્યુફેક્ચરિંગમાં રોજગારીની તકો વધારવા માટે એમ્પ્લોયર અને કર્મચારીઓ બંનેને પ્રોત્સાહનો આપવામાં આવશે. આ યોજનાથી 30 લાખ યુવાનોને ફાયદો થશે અને વધારાની રોજગારી ઊભી કરવામાં મદદ મળશે. આ યોજના હેઠળ સરકાર એમ્પ્લોયરને EPFOમાં યોગદાન માટે આગામી બે વર્ષ માટે દર મહિને 3000 રૂપિયા રિમ્બર્સ કરશે.  આ યોજનાનો લાભ 50 લાખ લોકોને મળશે.

સરકાર 1 કરોડ યુવાનોને મોટી 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક આપશે. આમાં 6000 રૂપિયાના વધારાના ભથ્થા સાથે દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે.  

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.                    

Budget 2024 Live Updates: નિર્મલા સીતારમણની બજેટ ભાષણમાં મોટી જાહેરાત

-સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય પૂરી પાડશે.

-સરકાર SC-ST અને OBC સમાજના કલ્યાણ માટે વધુ નવી યોજનાઓ લાવશે

-10 હજાર બાયો ફ્યુઅલ પ્લાન્ટ લગાવવામાં આવશે

-રોજગાર અને કૌશલ્ય માટેની 3 યોજનાઓ.

તમને પહેલી નોકરીમાં એક મહિનાનું ભથ્થું મળશે. 1 લાખ રૂપિયાના પગાર પર સરકાર 3000 રૂપિયા પીએફમાં આપશે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?

Embed widget