શોધખોળ કરો
આ છે 100 cc ની Royal Enfield Bullet! એક લિટર પેટ્રોલમાં દોડશે 90 કિલોમીટર
1/4

નવી દિલ્હીઃ વિશ્વભરમાં રોયલ એનફીલ્ડના અનેક દિવાના છે. 1901માં રોયલ એનફીલ્ડ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. રોયલ એનફીલ્ડ ત્યારથી લઈને અત્યાર સુધી સતત મજબૂત થતી જઈ રહી છે. ભારતમાં પણ રોયલ એનફીલ્ડને ખૂબ પસંદ કરવામાં આવે છે. એવા લોકો છે જે બુલેટ 500 અથવા 350 ઘરે લાવીને ઈચ્છા પૂરી કરી શકે છે. પરંતુ ઘણાં એવા લોકો પણ છે જેને આ બાઈક પસંદ તો છે પરંતુ ખરીદવા માટે સમર્થ નથી. જોકે આ ઈચ્છા રોયલ ઇન્ડિયન પૂરી કરી શકે છે. રોયલ એનફીલ્ડ જેવી જ 100સીસી એન્જિનવાળી રોયલ ઈન્ડિયન. જેને ભુવનેશ્વરીના બાઈક નિર્માતા રોયલ ઉડો દ્વારા બનાવવામાં આવી છે. આ બાઈક એક બુલેટ જેવી જ છે પરંતુ સાઈઝમાં નાની છે.
2/4

રોયલ ઈન્ડિયન બુલેટમાં સીટ, ફ્યૂલ ટેંક, સ્પોક વ્હીલ અને ગોળ હેડલેમ્પ તને રોયલ એનફીલ્ડ બુલેટ જેવો લૂક આપે છે. જ્યારે તેની પાછળની સીટ પણ પર બુલેટ પણ લખેલુ છે. આ ઉપરાંત ફ્યૂલ ટેંક પર રબરના અક્ષરોથી રોયલ ઈન્ડિયન ટાઈપ કરવામાં આવ્યું છે. તેની મોટાભાગની ડિઝાઈન બુલેટ જેવો લૂક આપે છે.
Published at : 09 May 2018 07:50 AM (IST)
View More





















