શોધખોળ કરો
મોંઘવારીનો વધુ એક માર, પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGમાં તોતિંગ ભાવ વધારો ઝીંકાયો
1/4

જાણકારોના જણાવ્યાનુસાર, એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમથી કેન્દ્ર સરકાર દ્વારા દરેક કંપનીઓને આપવામાં આવતા ગેસના પુરવઠાના ભાવમાં 10 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો હોવાથી ગેસના ભાવ વધારવાની ફરજ પડી છે. ઉપરાંત કેન્દ્ર સરકારની સંસ્થા પીએનજીઆરબીએ ગેસનો પુરવઠો પહોંચતો કરવા માટેના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં 28 ટકાનો તોતિંગ વધારો કરી દીધો છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત નબળો પડતા પણ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.
2/4

ગુજરાત ગેસે તેના પીએનજીના ભાવ ક્યુબિક મીટર દીઠ 21.95થી વધારીને 24.78 રૂપિયા કર્યા છે. અદાણી ગેસે પીએજીના ભાવ એએમબીટીયુ દીઠ 630થી વધારીને 669.30 રૂપિયા કર્યા છે.
Published at : 02 Oct 2018 10:36 AM (IST)
View More





















