મંગળવારે અહેવાલ આવ્યા હતા કે સરકાર પેટ્રોલ ડીઝલની વધતી કિંમતથી પરેશાન લોકોને રાહત આપવા માટે એક નવી યોજના પર કામ કરી રહી છે. તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પેટ્રોલ ડીઝલની વધતી કિંમત પર નિયંત્રણ લગાવવા માટે સરકાર હવે તેના વાયદા કારોબારને મંજૂરી આપી ચૂકી છે. ફ્યૂચર અથવા વાયદા એક નાણાંકીય કોન્ટ્રાક્ટ હોય છે. તેમાં ખરીદદાર એસેટ ખરીદી શકે છે અથવા વેચનાર પૂર્વનિર્ધારિત ફ્યૂચર તારીખ અને કિંમત પર તેને વેચી શકે છે. જોકે ફ્યૂચર કારોબાર લોન્ચ કરવા માટે સેબીની લીલી ઝંડી મેળવવી જરૂરી છે.
2/5
જેના પર સ્પષ્ટતા કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિતેલા દિવસોમાં કહ્યું હતું કે સરકાર આ મામલે કોઈને કોઈ સમાધાન ચોક્કસ લાવશે. જોકે હવે સરકારનું કહેવું છે કે, તે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતને કાબુમાં લેવા માટે કોઈ તાત્કાલીક નિર્ણય લેવાને બદલા લાંબાગાળાની રાહત પર વિચાર થઈ રહ્યો છે.
3/5
જણાવીએ કે સતત 16 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી લોકો પરેશાન હતા. એવામાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારાને કારણે કેન્દ્ર સરકારે પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે.
4/5
હાલમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.42 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 86.23 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં 69.30 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 73.78 રૂપિયા પ્રતિ લિટર છે.
5/5
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની વધતી કિંમતથી પરેશાન લોકો માટે બુધવારે એક રાહતના સમાચાર આવ્યા હતા. જોકે થોડા સમય પછી એ સમાચાર ખોટા સાબિત થયા હતા. નોંધનીય છે કે, બુધવારે પેટ્રોલની કિંમતમાં માત્ર એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જોકે આઈઓસીની વેબસાઈટ પર એક ભૂલને કારણે આ ઘટાડો 60 પૈસા દર્શાવવામાં આવ્યો હતો.