શોધખોળ કરો
કર્ણાટકની ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો કેટલો થયો ભાવ વધારો
1/5

પેટ્રોલ અને ડીઝલમાં ભાવનો હવે દૈનિક રિવ્યૂ થાય છે. હાલમાં ક્રુડની કિંમતો પણ વધી રહી હોવાથી હવે આગામી દિવસોમાં જો સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા અંગે કોઈ નિર્ણય ન લીધો તો પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવવધારો થશે તે નક્કી મનાઈ રહ્યું છે.
2/5

મુંબઈ, બેંગલોર તેમજ અન્ય કેટલાક મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ હાલ 80 રુપિયા પ્રતિ લિટરથી પણ વધારે છે. જોકે, ક્રુડ ઓઈલના ભાવ જે ગતિએ વધી રહ્યા છે તેને જોતા જો સરકારે કોઈ પગલાં ન લીધા તો અમદાવાદ સહિગ ગુજરાતના અન્ય શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ 75 રુપિયાની પાર જવામાં વધારે દિવસો નહીં લાગે. મહત્વનું છે કે, મુંબઈમાં પેટ્રોલનો આજનો ભાવ રૂપિયા 82.65 પ્રતિ લિટર ચાલી રહ્યો છે.
Published at : 14 May 2018 12:34 PM (IST)
View More





















