ફ્રન્ટમાં કંપનીએ 240 એમએમની ડિસ્ક બ્રેક આપી છે, જ્યારે રિયરમાં 130 એમએમનું ડ્રમ યુનિટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે બજાજે તાજેતરમાં ડોમિનાર 400ની કિંમતમાં 2000 રૂપિયાનો વધારો કર્યો છે.
2/5
પલ્સર 135 એલએસ બાદ પલ્સક 150 ક્લાસિક બાઇક બજાજની પલ્સર રેન્જમાં સૌથી સસ્તી બાઇક છે. મિકેનિકલ તરીકે બજાજ પલ્સર 150 ક્લાસિકમાં કોઈ ફેરફાર નથી. કંપનીએ આ બાઇકમાં પણ તેવું જ એન્જિન આપ્યું છે.
3/5
આ વેરિયન્ટમાં ગ્રાફિક્સ, રિયર ડિસ્ક બ્રેક, સ્પિલટ સી અને ટેંક એક્સટેન્શન નથી મળતું. આ ફીચરના બદલે કંપનીએ બાઇકની કિંમતમાં આશરે 10,118 રૂપિયા ઘટાડો કર્યો છે. આ બાઈક માત્ર બ્લેક વેરિયન્ટમાં જ ઉપલબ્ધ છે.
4/5
નવી દિલ્હીઃ બજાજા ઓટોએ પલ્સર 150નું નવું વેરિયન્ટ લોન્ચ કર્યું છે. જે બજાજ પલ્સર 150 ટ્વિન ડિસ્કથી આશરે 10,118 રૂપિયા સસ્તું છે. બજાજ પલ્સર 150 ક્લાસિકની એક્સ શો રૂમ મુંબઈ કિંમત 67,437 રૂપિયા છે.
5/5
પલ્સર 150 ક્લાસિકમાં 149 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે 8000 આરપીએમ પર 14 હોર્સપાવરની તાકાત અને 6000 આરપીએમ પર 13.4 એનએમ ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5 સ્પીડ ટ્રાન્સમિશનવાળું ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.