જોકે 4 દિવસ બેંક બંધ રહેવાની હોઈ લોકો રોકડ ઉપાડવા માટે એટીએમ તરફ તોડી મૂકી રહ્યા છે. જેના કારણે રજા પહેલા એટીએમમાંથી રૂપિયા મળી રહ્યા નથી. એટીએમ સેન્ટર પર કેશ નથી, રોકડ નથી, બંધ છે જેવા બોર્ડ લાગેલા છે. પરંતુ જો આવા બોર્ડ ન હોય તો તે એટીએમમાં રોકડ હશે તેવું માની લેવાની જરા પણ જરૂર નથી.
2/3
આરબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર 7 નવેમ્બરના રોજ દિવાળી, 8 નવેમ્બરના રોજ ગોવર્ધન પૂજા માટે બેંક બંધ રહેશે જ્યારે ભાઈબીજ અને 9 નવેમ્બરે બેંક ખુલી છે અને 10 નવેમ્બરે બીજો શનિવાર, 11 નવેમ્બરે રવિવારે બેંક બેંક રહેશે. આમ 7-11 નવેમ્બરની વચ્ચેના કુલ 5 દિવસમાંથી એક દિવસ બેંક ચાલુ રહેશે અને ચાર દિવસ બેંક બંધ રહેશે.
3/3
નવી દિલ્હીઃ દિવાળીને કારણે બેંકમાં લાંબી રજા હોઈ શકે છે. ચર્ચા છે કે બેંકો સતત 5 દિવસ બંધ રહેવાની છે અને તેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જોકે બેંક 5 નહીં પણ 4 દિવસ બંધ રહેવાની છે.