MOD ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછી 10,000 રૂપિયાની ડિપોઝીટ કરાવવી પડશે. બાદમાં તેને આપ 1000 રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણાકમાં ડિપોઝીટ કરી શકો છો. આ ડિપોઝીટમાં મહત્તમ કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. એટલે કે તમે ઈચ્છો તેટલી રકમની મલ્ટી ઓપ્શન ડિપોઝિટ કરાવી શકો છો.
2/4
એસબીઆઈની મલ્ટી ઓપ્શન ડિપોઝિટ એક વર્ષથી લઇને 5 વર્ષ સુધીનાં સમય માટે ખોલાવી શકાય છે. તેમાં પ્રીમેચ્યોર વિડ્રોઅલની પણ સુવિધા છે. જોકે તેનાં પર TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) ચુકવવો પડે છે. આ ડિપોઝિટ પર ગ્રાહકને લોન અને નોમિનેશનની સુવિધાનો ફાયદો મળે છે.
3/4
MOD એ એક પ્રકારની ટર્મ ડિપોઝિટ છે. તેના માટે જરૂરી છે કે ગ્રાહકનું સેવિંગ કે કરંટ અકાઉન્ટનું તેની સાથે લિંક્ડ હોવું જોઈએ. એવામાં જો ગ્રાહક લિંક્ડ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા માગે છે અને ખાતામાં રૂપિયા ન હોય તો MODથી રૂપિયા ઉપાડી શકે છે. MOD પર પણ એટલું જ વ્યાજ મળે છે જેટલું SBIમાં એક સામાન્ય FD પર મળે છે. વિડ્રોઅલ બાદ વ્યાજ MODમાં વધેલી રકમ પર મળવાનું શરૂ થશે.
4/4
નવી દિલ્હીઃ સુરક્ષિત રોકાણ અને વધારે વળતરની લાલચમાં મોટેભાગે લોકો બેંકમાં એફડીની પસંદગી કરતા હોય છે. બેંક એફડીની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે તમે જરૂરતના સમયે ઇચ્છા હોવા છતાં રૂપિયા ઉપાડી નથી શકતા. પરંતુ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આ સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું છે. SBI મલ્ટી ઓપ્શન ડિપોઝિટ (MOD) નામથી એક FDની સુવિધા લોન્ચ કરી છે. તેમાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે 1000 રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણાકમાં રૂપિયા કાઢી શકો છો અને તમે એટીએમ દ્વારા પણ તમારા રૂપિયા ઉપાડી શકો છો. આપને જણાવી દઇએ કે MOD કરાવનારા ગ્રાહકો માટે તેની સાથે લિંક્ડ બચત ખાતામાં મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ હોવું જરૂરી છે.