થોડા દિવસ પહેલા બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજ્યા બેંકના પ્રસ્તાવિત મર્જરનો વિરોધ કરી રહેલ બેંક કર્મચારીના સંગંઠને 26 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળની ચેતવણી આપી હતી. સરકારે સપ્ટેમ્બરમાં સાર્વજનિક ક્ષેત્રની ત્રણ બેંક બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજ્યા બેંકના મર્જરની મંજૂરી આપી હતી. બેંક કર્મચારીઓના સંયુક્ત સંગઠન યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
2/3
આગળ પણ બેંક બંધ રહેશે. 24 ડિસેમ્બરને સોમવારે બેંક ખુળશે. ત્યાર બાદ 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા છે. ત્યાર બાદ 26 ડિસેમ્બરે બેંક કર્મચારીઓના યૂનાઈટેડ ફોરમની હડતાળ છે. 21થી 26 ડિસેમ્બરની વચ્ચે બેંક માત્ર એક દિવસ ખુલશે. જોકે 26 ડિસેમ્બરે પ્રાઈવેટ બેંક ખુલી રહેશે.
3/3
નવી દિલ્હીઃ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બેંકમાં પાંચ દિવસ બેંક બંધ રહેવાની છે. એવામાં બેંક સાથે જોડાયેલ તમારું કોઈ કામ બાકી છે તો આજે જ પૂરું કરી લો. 21 ડિસેમ્બરે સરકારી બેંકના કર્મચારીઓની હડતાળ છે. માટે આ દિવસે કામકાજ નહીં થાય. ત્યાર બાદ 22 ડિસેમ્બરે મહિનાનો ચોથો શનિવાર છે અને 23 ડિસેમ્બરે રવિવાર છે એટલે કે સતત ત્રણ દિવસ બેંક બંધ રહેશે.