xDrive20d વેરિયન્ટમાં 2 લીટર એન્જિન, 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 188 bhpનો પાવર અને 400 Nm ટોર્ક જનરેટ કરે છે. આ વેરિયન્ટ 8 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
2/6
બીએમડબલ્યુની આ નવી એસયુવી કંપનીના ચેન્નઈ સ્થિત પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવી છે. તેને CLSR પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. જૂના મોડલની તુનલામાં તેની લંબાઈ 81 એમએમ છે, વ્હીલબેલ 54 એમએમનો છે. ડાયમેન્શન વધારે હોવાના કારણે તેમાં પાછળ બેસનારા લોકોને વધારે લેગ સ્પેસ મળશે. કારની બુટ કેપિસિટી પણ હવે 25 લીટર વધારે છે.
3/6
પેટ્રોલ વેરિયન્ટમાં 2 લીટર, 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે 248 bhpનો પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે. આ વેરિયન્ટ 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ 6.3 સેકન્ડમાં પકડે છે. નવી એસયુવીમાં ચાર ડ્રાઇવ મોડ્રસ આપવામાં આવ્યા છે. જેમાં ઇકો પ્રો, કમ્ફર્ટ, સ્પોર્ટ અને સ્પોર્ટ પ્લસ સામેલ છે.
4/6
બીએમડબલ્યૂની આ એસયુવીમાં પેનારોમિક સનરૂફ, ઇલેક્ટ્રિક ટેલગેટ, બીએમડબલ્યુ iDrive સિસ્ટમ સાથે 10.25 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 16 સ્પીકર હાર્મન કાર્ડન સાઉનડ સિસ્ટમ અને હેડ અપ ડિસ્પ્લે ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 એરબેગ્સ, સ્ટેબિલિટી કટ્રોલ, Isofix ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ, રિયર વ્યૂ કેમેરાની સાથે પાર્કિંગ અસિસ્ટ અને પાર્ક ડિસ્ટન્સ કન્ટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
5/6
xDrive30d વેરિયન્ટમાં 3 લીટર, સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 261 bhp નો પાવર અને 620 Nm ટોર્ક જનરેટ કરે છે. આ વેરિયન્ટ 6 સેકંડમાં જ 0 થી 100 કિલોમીટર પ્રતિ ક્લાકની સ્પીડ પકડી લેતી હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
6/6
નવી દિલ્હીઃ BMWએ નવી X4 એસયુવી ભારતમાં લોન્ચ કરી છે. જેની કિંમત 60.60 લાખ રૂપિયાથી લઈ65.90 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે. બીએમડબલ્યુની આ નવી એસયુવી પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં મળશે. ડીઝલ એન્જિન BMW X4 xDrive20d M Sport X અને BMW X4 xDrive30d M Sport X એમ બે વેરિયન્ટમાં મળશે. જ્યારે પેટ્રોલ એન્જિન BMW X4 xDrive30i M Sport X વેરિયન્ટમાં મળશે.