નવી દિલ્હીઃ ગુરુવારે ભારતીય શેરબજારની કડાકા સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 697.07 પોઈન્ટ ઘટાડા સાથે 34,062.82 પર અને નિફ્ટી 290.3 પોઇન્ટ ઘટીને 10,169.80 પર ખુલી હતી. થોડી જ વારમાં સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો.
2/2
રૂપિયાની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી. ડોલર સામે રૂપિયો આજે 10 પૈસા તૂટીને 74.30 પર ખુલ્યો હતો. જોકે થોડી જ વારમાં ઘટીને તે 74.47ના સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો હતો. બુધવારે રૂપિયો 74.20ના સ્તર પર બંધ થયો હતો.