શોધખોળ કરો
કેશલેસ ટ્રાન્ઝેક્શન પર સાઈબર એટેકનું જોખમ, સરકારે જારી કરી ચેતવણી
1/4

માઈક્રો એટીએમ જીપીઆરએસ દ્વારા બેંકોના સર્વરો સાથે જોડાયેલ હોય છે. હેકર્સ સરળતાથી ડેટા ચોરી શકે છે. પીઓએસમાં ડેટા ઇનપુટ ટેક્સ્ટમાં હોય છે. એટલે કે પિન સહિત કાર્ડની જાણકારી જેવી હોય તેવી જ સર્વરમાં નોંધાઈ જાય છે. હેકર્સ ડેટા દ્વારા તમારા રૂપિયા ચોરી શકે છે. હેકર્સ માઈક્રો એટીએમ અને પીઓએસની પાસે નાનકડું સ્કીમર મશીન અથવા કાર્ડ રીડર લગાવીને ડેટા ચોરી કરી શકે છે.
2/4

સીઈઆરટી-ઈટે જણાવ્યં કે, કોઈ ડેટા ચોર સ્વાઈપ મશીનમાં એક નાનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ (સ્કીમર મશીન એટલે કાર્ડ રીડર)ને લગાવીને ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ગુપ્ત નંબર અને પાસવર્ડ જાણી શકે છે. તેની સાથે માઈક્રો એટીએમ અને પીઓએસ માટે બે અલગ એડવાઈઝરી જારી કરી છે. સીઈઆરટી-ઇનની આ ચેતવણી ખૂબ જ મહત્ત્વની છે. ગયા ઓક્ટોબર મહિનામાં જુદી જુદી બેંકના 32 લાખ કાર્ડ્સ ડેટા ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો. હેકર્સે તેના દ્વારા અંદાજે 1.30 કરોડ રૂપિયા પણ ચોરી લીધા હતા.
Published at : 05 Dec 2016 06:59 AM (IST)
View More





















