શોધખોળ કરો
31 જૂલાઇ સુધી નહીં ભરો ઇન્કમટેક્સ રિટર્ન તો આપવો પડશે આટલો દંડ, જાણો વિગત
1/6

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ નજીક આવી રહી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે હવે આજથી તમારી પાસે 26 દિવસ રહ્યા છે. જો તમે ટેક્સના દાયરામાં આવો છો તો તમે 31 જૂલાઇ સુધી આઇટીઆર નથી ભર્યું તો તમારા પર પાંચ હજાર રૂપિયાની લેટ ફી લાગી શકે છે.
2/6

3/6

4/6

આઇટીઆર ઓનલાઇન અને ઓફલાઇન ભરી શકાય છે. ઇન્કમટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જઇને ઓનલાઇન રિટર્ન ભરી શકો છો. આઇટીઆર ભરવા માટે તમારી પાસે ફોર્મ-16, ફોર્મ 26એએસ, બેન્ક ડિટેઇલ, હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, પાન કાર્ડ, આધાર કાર્ડ સહિત તમામ દસ્તાવેજો હોવા જરૂરી છે. જો તમે 31 જૂલાઇ સુધી આઇટીઆર નહીં ભરો તો તમારા પર પાંચ હજાર સુધીની લેટ ફી લાગી શકે છે.
5/6

જો તમારી આવક વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે આઇટીઆર ફાઇલ કરવી અનિવાર્ય છે. નાણાકીય વર્ષ 2017-18 માટે ટેક્સ સ્લેબ નક્કી છે. જેમાં જો તમારી ટેક્સબેલ આવક 2.5 લાખથી 5 લાખ રૂપિયા વચ્ચે આવે છે તો તમારે 5 ટકા ટેક્સ આપવો પડશે.. જો તમારી વાર્ષિક આવક પાંચ લાખથી 10 લાખ સુધીની છે તો તમારે 20 ટકા ટેક્સ આપવો પડશે. અને જો તમારી આવક 10 લાખથી વધુ છે તો તમારે 30 ટકા ટેક્સ આપવો પડશે.
6/6

ઇન્કમટેક્સ વિભાગ સતત લોકોને ટાઇમસર રિટર્ન ભરવા માટે જણાવી રહ્યું છે. આયકર વિભાગની વેબસાઇટ પર સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે 31 જૂલાઇ સુધીમાં પોતાનું રિટર્ન નહીં ભરો તો તમારા પર 5000 રૂપિયા સુધીની લેટ પેમેન્ટ ફી લાગી શકે છે.
Published at : 05 Jul 2018 11:07 AM (IST)
View More





















