શોધખોળ કરો
7 દિવસમાં 1200 રૂપિયા સસ્તું થયું સોનું, ચાંદીમાં 3570નો કડાકો
1/4

વૈશ્વિક સ્તરે સિંગાપુરમાં સોનાના ભાવ 0.06 ટકા ઘટીને 1254.40 ડોલર પ્રતિ ઔંસ રહ્યા છે. આમ જોવા જઈએ તો આ ભાવ જૂન બાદની સૌથી નીચલી સપાટી છે. ચાંદીની કિંમતમાં 0.09 ટકાનો ઘટાડા સાથે 17.27 ડોલર પ્રતિ ઔંસ આવી ગઈ છે.
2/4

ભારતમાં વાત કરીએ તો વિતેલા સાત દિવસમાં સોનાની કિંમતમાં 1205 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 30 સપ્ટેમ્બરે ભારતમાં સોનાની કિંમત 31525 રૂપિયા હતી. જે દિલ્હીમાં ગઈકાલે 30320 રૂપિયા પ્રતિ 10 ગ્રાસ બોલાઈ હતી. ચાંદીમાં પણ છેલ્લા સાત દિવસમાં 3570 રૂપિયાનો કડાકો બોલી ગયો છે. વિતેલા શુક્રવારે ચાંદીની કિંમત 45500 રૂપિયા પ્રતિ કિલો હતી જે ઘટીને 41930 પર આવી ગઈ છે.
Published at : 08 Oct 2016 09:52 AM (IST)
View More





















