શોધખોળ કરો
પલ્સરને ટક્કર આપવા હીરોએ લોન્ચ કરી આ દમદાર બાઈક, જાણો કિંમત અને ફીચર્સ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14080725/5-hero-launch-new-extreme-200-cc-bike-in-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![એક્સટ્રીમ 200R બ્લેક એન્ડ સિલ્વર, બ્લેક એન્ડ રેડ, રેડ, ગ્રે અને ઓરેન્જ એન્ડ બ્લૂ એમ કુલ પાંચ કલર્સમાં ઉપલબ્ધ છે. આ બાઈકની સીધી ટક્કર બજાજ પલ્સર NS200, અપાચે RTR 200 સાથે થશે. જોકે, આ બંને બાઈકની કિંમત એક્સટ્રીમ 200R કરતા ઘણી વધારે છે. આ ઉપરાંત તે યામાહા FZS-FI, બજાજ પલ્સર NS160, ટીવીએસ અપાચે RTR 200 4V સાથે પણ તેની સ્પર્ધા થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14080728/6-hero-launch-new-extreme-200-cc-bike-in-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્સટ્રીમ 200R બ્લેક એન્ડ સિલ્વર, બ્લેક એન્ડ રેડ, રેડ, ગ્રે અને ઓરેન્જ એન્ડ બ્લૂ એમ કુલ પાંચ કલર્સમાં ઉપલબ્ધ છે. આ બાઈકની સીધી ટક્કર બજાજ પલ્સર NS200, અપાચે RTR 200 સાથે થશે. જોકે, આ બંને બાઈકની કિંમત એક્સટ્રીમ 200R કરતા ઘણી વધારે છે. આ ઉપરાંત તે યામાહા FZS-FI, બજાજ પલ્સર NS160, ટીવીએસ અપાચે RTR 200 4V સાથે પણ તેની સ્પર્ધા થશે.
2/4
![નવી દિલ્હીઃ દેશની મોટી ઓટોમોબાઈલ કંપનીમાંથી એક એવી હીરો મોટોકોર્પે પોતાની નવી બાઈક લોન્ચ કરી છે, હીરોની એક્સ્ટ્રીમ 200આર બાઈકને પહેલા ભારતના કેટલાક ભાગમાં બિનસત્તાવાર લોન્ચ કરવામાં આવી હતી પરંતુ હવે તેને સત્તાવાર રીતે સમગ્ર ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેની સ્પર્ધા બજાજની ગ્લેમરસ બાઈક પલ્સર સાથે થશે. આ બાઈકની કિંમત 89,900 (એક્સ શોરુમ, દિલ્હી) રૂપિયાથી શરૂ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14080725/5-hero-launch-new-extreme-200-cc-bike-in-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ દેશની મોટી ઓટોમોબાઈલ કંપનીમાંથી એક એવી હીરો મોટોકોર્પે પોતાની નવી બાઈક લોન્ચ કરી છે, હીરોની એક્સ્ટ્રીમ 200આર બાઈકને પહેલા ભારતના કેટલાક ભાગમાં બિનસત્તાવાર લોન્ચ કરવામાં આવી હતી પરંતુ હવે તેને સત્તાવાર રીતે સમગ્ર ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેની સ્પર્ધા બજાજની ગ્લેમરસ બાઈક પલ્સર સાથે થશે. આ બાઈકની કિંમત 89,900 (એક્સ શોરુમ, દિલ્હી) રૂપિયાથી શરૂ થાય છે.
3/4
![આ બાઈકમાં બીએસ-5 200સીસી એન્જિન લાગેલું છે, જે પાંચ ગિયર્સથી સજ્જ છે. તેનું એર-કુલ્ડ એન્જિન 8000 આરપીએમ પર 18.4પીએસ પાવર જનરેટ કરે છે, અને 6500 આરપીએમ પર તેનો ટોર્ક 17.1Nm છે. હીરોનો દાવો છે કે આ બાઈક માત્ર 4.6 સેકન્ડ્સમાં 0-60 ની સ્પીડ પકડી લે છે, અને તેની ટોપ સ્પીડ 114 કિલોમીટર પ્રતિ કલાકની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14080722/4-hero-launch-new-extreme-200-cc-bike-in-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બાઈકમાં બીએસ-5 200સીસી એન્જિન લાગેલું છે, જે પાંચ ગિયર્સથી સજ્જ છે. તેનું એર-કુલ્ડ એન્જિન 8000 આરપીએમ પર 18.4પીએસ પાવર જનરેટ કરે છે, અને 6500 આરપીએમ પર તેનો ટોર્ક 17.1Nm છે. હીરોનો દાવો છે કે આ બાઈક માત્ર 4.6 સેકન્ડ્સમાં 0-60 ની સ્પીડ પકડી લે છે, અને તેની ટોપ સ્પીડ 114 કિલોમીટર પ્રતિ કલાકની છે.
4/4
![આ વર્ષમાં હીરોનું આ પહેલું પ્રીમિયમ બાઈક લોન્ચિંગ છે. કંપનીના એમડી, ચેરમેન તેમજ સીઈઓ પવન મુંજાલે જણાવ્યું હતું કે, આ બાઈકને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાઈ છે. દેશમાં તહેવારોની સીઝન નજીક આવી રહી છે, ત્યારે એક્સટ્રીમ 200R હીરોને પ્રીમિયમ બાઈક સેગમેન્ટમાં ફરી લીડર બનાવવામાં મદદરૂપ પુરવાર થશે. હાલના એક્સટ્રીમ સ્પોર્ટ્સ કરતા આ બાઈક વધુ મસ્ક્યુલર અને અગ્રેસીવ વર્ઝન છે. કંપનીએ તેમાં ફ્લુઅલ ટેંક તેમજ કેટલાક પાર્ટ્સમાં ફેરફાર કર્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14080719/1-hero-launch-new-extreme-200-cc-bike-in-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષમાં હીરોનું આ પહેલું પ્રીમિયમ બાઈક લોન્ચિંગ છે. કંપનીના એમડી, ચેરમેન તેમજ સીઈઓ પવન મુંજાલે જણાવ્યું હતું કે, આ બાઈકને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાઈ છે. દેશમાં તહેવારોની સીઝન નજીક આવી રહી છે, ત્યારે એક્સટ્રીમ 200R હીરોને પ્રીમિયમ બાઈક સેગમેન્ટમાં ફરી લીડર બનાવવામાં મદદરૂપ પુરવાર થશે. હાલના એક્સટ્રીમ સ્પોર્ટ્સ કરતા આ બાઈક વધુ મસ્ક્યુલર અને અગ્રેસીવ વર્ઝન છે. કંપનીએ તેમાં ફ્લુઅલ ટેંક તેમજ કેટલાક પાર્ટ્સમાં ફેરફાર કર્યા છે.
Published at : 14 Aug 2018 08:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)