આ પહેલા પગારમાં 2 ટકાથી વધારે પગાર વધારાની માગને લઈને 30થી 31 મેના રોજ યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્કિંગ યૂનિયનના આહ્વાન પર 10 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર રહ્યા હતા. યૂએફબીયૂએ ભારતી બેંક સંઘ તરફથી પગારમાં માત્ર 2 ટકા વધારાના પ્રસ્તાવના વિરોધમાં બે દિવસની હડતાળ કરી હતી.
2/4
સૂત્રો દ્વારા મલેલી જાણકારી અનુસાર ઇરડા દ્વારા મળેલી મંજૂરી બાદ એલઆઈસી બેંકમાં 51 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. હાલમાં એલઆઈસી, આઈડીબીઆઈ બેંક, તેની સંપત્તિ અને દેવાની જાણકારી મેળવી રહી છે. આ પહેલા પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે આઈડીબીઆઈ બેંકના 43 ટકા શેર 10,500 કરોડ રૂપિયામાં ખરીદી શકે છે. હાલમાં એલઆઈસી પાસે આઈડીબીઆઈ બેંકમાં 8 ટકા હિસ્સો છે.
3/4
આઈડીબીઆઈ બેંક કર્મચારીઓની પગાર સમીક્ષા નવેમ્બર 2012થી પેન્ડિંગ છે. કર્મચારીઓએ વિતેલા વર્ષે હડતાળ પર જવાની ચેતવણી આપી હતી પરંતુ બાદમાં મેનેજમેન્ટે આશ્વાસન આપ્યા બાદ તે મોફુક રહી હતી. આ પહેલા ઓલ ઇન્ડિયા આઈડીબીઆઈ ઓફિસર્સ એસોસિએશને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની સામે પોતાની વાત રાખતા 51 ટકા હિસ્સેદારી એલઆઈસીને વેચવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, હિસ્સો વેચવાથી બેંકને ખાનગી બેંક તરીકે જોવામાં આવશે.
4/4
નવી દિલ્હીઃ આઈડીબીઆઈ બેંકના અધિકારીઓએ એલઆઈસી તરફથી બેંકના પ્રસ્તાવિત અધિગ્રહણ અને પગાર સંબંધીત મુદ્દાની માગને લઈને છ દિવસની લાંબી હડતાળ પર જવાની ચેતવણી આપી છે. જો અધિકારીઓ તરફથી આપવામાં આવેલ ચેતવણી અનુસાર કર્મચારી હડતાળ પર જશે તો છ દિવસની હડતાળ સોમવારથી શરૂ થશે. આઈડીબીઆઈ બેંક તરફથી જણાવવામાં આવ્યું છે કે, બેંકને અધિકારીઓના એક ગ્રુપ તરફથી નોટિસ મળી છે. નોટિસમાં 16થી 21 જુલાઈ 2018 સુધી હડતાળ પર જવાની વાત કહેવામાં આવી છે.