એક્સપર્ટ જણાવે છે કે બેન્કોના વિલયમાં ગ્રાહક પર કોઈ ખાસ અસર થતી નથી. બેન્કોનું નામ બદલાઈ જાય છે. એવામાં પાસબુક અને ચેકબુક બદલવી પડે છે. બેન્ક એકાઉન્ટમાં રાખેલા પૈસા પર કોઈ અસર થતી નથી, કારણ કે સરકાર બેન્કોના વ્યાજદર અને નિયમોમાં ખાસ ફેરફાર નથી.
2/4
સરકાર બેન્કિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા સતત પગલાં ઉઠાવી રહી છે. દેશમાં કુલ ડુબેલા દેવામાંથી લગભગ 90 ટકા સરકારી બેન્કોનું છે. આરબીઆઈની દેખરેમાં 21માંથી 11 સરકારી બેન્ક છે જેના ઉપર નવી લોન આપવા પર રોક લગાવેલી છે.
3/4
ઉલ્લેખનીય છે કે 2017માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની 6 સહયોગી બેન્કોનું સ્ટેટ બેંક સાથે મર્જર કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ અને ભારતીય મહિલા બેન્કનો સમાવેશ થતો હતો.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 21 સરકારી બેંકોમાંથી એવી બેંકોની યાદી બનાવવા કહ્યું છે, જેનું મર્જર કરી શકાય. મીડિયા અહેવાલ અનુસાર નાણાં મંત્રાલયના અધિકારીઓએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે આ મહિને એક મીટિંગ કરી હતી જેમાં મર્જર માટે ટાઈમ ફ્રેમને લઈને પણ સૂચનો માગવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દેવા તળે દબાયેલી બેંકોને મજબૂત બનાવવા માટે મર્જરના વિકલ્પને શ્રેષ્ઠ માની રહી છે.