દિવ્યા જનરલ મોટર્સમાં ઉપાધ્યક્ષના પદ 2017થી કાર્યરત છે, તે કંપનીની મુખ્ય કાર્યકારી અધિકારી CEO મેરી બર્રાને રિપોર્ટ કરશે, બર્રા અને દિવ્યા વાહન ઉદ્યોગ સંબંધિ આ ટોચના પદ પર પહોંચનારી પ્રથમ મહિલાઓ છે.
2/6
દિવ્યાની મદદથી જનરલ મોટર્સમાં જાપાની ટોચની નાણાકીય કંપની સોફ્ટબેંકે 2.25 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ પહેલા પણ દિવ્યાએ અનેક મામલે પોતાની આવડત અને અનુભવથી મહત્વની ભૂમિકા નિભાવી હતી.
3/6
દિવ્યાને 2016માં ઓટોમોટિવ ન્યૂઝ રાઇજિંગ સ્ટાર જાહેર કરવામાં આવી હતી. જનરલ મોટર્સની સીઇઓ મેરી બાર્રાએ કહ્યું કે દિવ્યા પાસે નાણાકીય જાણકારી સારી છે, અને તેણે અનેક મુદ્દે સારું નેતૃત્વ કર્યું છે.
4/6
દિવ્યાએ પોતાનું અર્થશાસ્ત્રમાં સ્નાતકનું શિક્ષણ ચેન્નઇમાંથી મેળવ્યું હતું, ત્યારબાદ 22 વર્ષની વયે તેણીએ હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. અહીં MBA કર્યા બાદરોકાણકાર બૅન્ક યૂબીએસમાં પ્રથમ નોકરી મેળવી હતી, ત્યારબાદમાં 25 વર્ષની વયે જ તેણીએ જનરલ મોટર્સમાં નોકરી મેળવી લીધી હતી.
5/6
જનરલ મોટર્સમાં દિવ્યાની નિયુક્તિ 1 સપ્ટેમ્બરથી થશે, દિવ્યા અગાઉ જનરલ મોટર્સમાં આ પદ સંભાળતા સ્ટીવંસની જગ્યા પર કામ કરશે, માત્ર 39 વર્ષની દિવ્યા કંપનીમાં ટોચના પદમાંથી એક પદે નિયુક્તિ થશે.
6/6
નવી દિલ્હીઃ ભારતીય મૂળની અમેરિકન મહિલા દિવ્યા સૂર્યદેવરાને અમેરિકાની સૌથી મોટી વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સે મુખ્ય નાણાંકીય અધિકારી (સીએફઓ) બનાવી છે. બુધવારે કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, કંપનીના હાલના ઉપાધ્યક્ષ (કોર્પોરેટ ફાઈનાન્સ) 39 વર્ષીય દિવ્યા એક સપ્ટેમ્બરથી ચક સ્ટીવેન્સનું સ્થાન લેશે. તે અમેરિકાની સૌથી મોટી ઓટો કંપનીની સીએફઓ બની જશે. મૂળ ચેન્નઇની દિવ્યા કંપનીમાં ઉપાધ્યક્ષ પદ પર જુલાઈ 2017થી કાર્યરત છે.