નવી દિલ્હી: રૂપિયાના સતત અવમૂલ્યન વચ્ચે પણ દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર મળી રહ્યા છે. દેશના વિકાસ દરમાં મોટો ઉછાળો સામે આવ્યો છે. પહેલા ત્રિમાસિક વિકાસ દરમાં 0.5 ટકાનો વધારો થયો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ માસમાં વિકાસ દર 8.2 ટકા પર પહોંચ્યો છે.
2/3
એપ્રિલ-જૂનમાં મેન્યુફેકચરિંગ અને કન્સ્ટ્રકશન સેકટરનો ગ્રોથથી ઘણો જ ફાયદો મળ્યો. મેન્યુફેકચરિંગમાં વિકાસ દર 13.5% અને કન્સ્ટ્રકશનમાં 8.7% રહ્યો. માઈનિંગ સેકટરમાં 0.1% અને એગ્રીકલ્ચરમાં 5.3 ટકા ગ્રોથ નોંધાયો. ફાયનાન્સિયલ સર્વિસ સેકટર 6.5 ટકાના રેટે વધ્યો. એપ્રિલ-જૂન તિમાહીમાં કૃષિ ક્ષેત્રનો ગ્રોથ 4.5 ટકા વધીને 5.3 ટકા રહ્યો છે. એપ્રિલ-જૂન તિમાહીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 9.1 ટકાથી વધીને 13.5 ટકા રહ્યો છે.
3/3
અગાઉ 2017માં છેલ્લા ત્રણ મહિનામાં વિકાસ દર 7.7 ટકા નોંધાયો હતો. ચાલુ વર્ષે એપ્રિલથી જૂનમાં દેશનું અર્થતંત્ર 8.2 ટકાના દરથી આગળ વધ્યાનું સામે આવ્યું છે.