નવી સિયાઝમાં 1.5 લીટર K15B પેટ્રોલ એન્જિન છે. જે 6000 આરપીએમ પર 103 બીએચપીનો પાવર અને 4400 આરપીએમ પર 138 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. 4 સિલિન્ડર મોટરથી લેસ આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનું ઓપ્શન છે. જ્યારે ડીઝલ મોડલમાં 1.3 લીટર DDiS એન્જિન છે. જે 89 બીએચપીનો પાવર અને 200 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન મારુતિની SHVS હાઇબ્રિડ સિસ્ટમથી લેસ છે.
2/6
પેટ્રોલ એન્જિન 21.56 કિલોમીટર પ્રતિ લીટર અને ડીઝલ મોડલ 28.09 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપતી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. નવી મારુતિ સિયાઝનો સી સેગમેન્ટ સેડાનમાં હોન્ડા સિટી, હ્યુન્ડાઇ વર્ના, વોક્સવેગન વેન્ટો, સ્કોડા રેપિડ અને તાજેતરમાં જ આવેલી નવી ટોયોટા યારિસ સાથે થશે.
3/6
ફીચર્સના હિસાબે જોવામાં આવે તો નવી મારુતિ સિયાઝમાં પુશ-સ્ટાર્ટ સ્ટોપ, ક્રૂઝ કન્ટ્રોલ, ઈલેક્ટ્રિક મિરર્સ, કીલેસ એન્ટ્રી, ઓટો એસી, રિયર એસી વેંટ્સ, સેન્ટર આર્મ રેસ્ટ, ડ્રાઇવર હાઇટ એડજસ્ટમેન્ટ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર, ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર અને સ્પીડ એલર્ટ સિસ્ટમ છે. સુરક્ષાના હિસાબે તેમાં ડ્યૂલ એરબેગ્સ, એબીએસ, ઈબીડી વગેરે ફીચર આપવામાં આવ્યા છે.
4/6
નવી મારુતિ સિયાઝમાં ફ્રન્ટ લુકને નવા ગ્રિલ ડઝાઇનથી રિવાઇઝ કરવામાં આવી છે. આ ગ્રિલ ક્રોમ સ્ટ્રિપથી લેસ છે. તેમાં રી-ડિઝાઇન્ડ હેડલેમ્પ્સ છે. પ્રોજેક્ટ હેડલેમ્પ યૂનિયમાં હોરિઝોન્ટલ એલઈડી ડેટાઇમ રનિંગ લાઇટ છે. જ્યારે ફ્રન્ટ બમ્પરમાં સર્કુલર ફોગ લેમ્પ્સથી અપડેટ કરવામાં આવ્યું છે. કારના પાછળના હિસ્સામાં ટેલ લાઇટોમાં નવું લાઇટિંગ સિગ્નેચર અને રિવાઇઝ્ડ બંપર જોવા મળશે.
5/6
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ સિયાઝના ફેસલિફ્ટ મોડલને ભારતમાં સત્તાવાર લોન્ચ કરી દીધું છે. કારની એક્સ શો રૂમ કિંમત 8.19 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સી સેગમેન્ટ સેડાનના કુલ 11 વેરિયન્ટસ છે. આ કાર સાત રંગમાં મળશે. કાર પેટ્રોલ અને ડીઝલ એન્જિન એમ બંને વિકલ્પમાં મળશે.
6/6
નવી સિયાઝના ઈન્ટીરિયરમાં રિફ્રેશડ કેબિન છે. ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટરના 4.2 ઈંચ ટીએફટી સ્ક્રીન, એડિશનલ ઇન્ફોર્મેશન અને નવા કલરથી અપડેટ કરવામાં આવ્યું છે. ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં પહેલાથી વધારે મ્યૂઝિક સિસ્ટમ, નેવિગેશન, બ્લૂટૂથ અને યુએસબી કનેક્ટિવિટી અને સ્માર્ટફોન ઈન્ટિગ્રેશન છે.