શોધખોળ કરો
Marutiએ લૉન્ચ કર્યું Ertigaનું નવું મૉડલ, ક્લિક કરી જાણો શું છે ખાસ
1/5

અર્ટિગા લિમિટેડ એડિશનમાં સમાન 1.4 લીટર k સીરીઝ પેટ્રોલ એન્જિન અને ટેસ્ટેડ 1.3 લીટર DdiS ડીઝલ મોટર લગાવેલા છે. પેટ્રોલ એન્જિન આશરે 94 બીએચપી પાવર અને 130 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ડીઝલ એન્જિન 89 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે.
2/5

મારુતિ સુઝુકી અર્ટિગા લિમિટેડ એડિશન મોડલ દેખાવમાં મોટા ભાગે સ્ટાન્ડર્ડ વર્ઝન જેવી છે. જોકે, તેમાં કેટલાક ફેરફારો જરૂર કરવામાં આવ્યા છે. જેમ કે ફોગલેમ્પ માટે ગાર્નિશ ક્રોમ, સ્ટીલ વ્હીલ્સના સ્થાને ટવીન 5 સ્પોક એલોય વ્હીલ્સ, રીયર રૂફ માઉન્ટેડ સ્પોયલર અને ટેલગેટ પર લિમિટેડ એડિશનની બેગ છે. અર્ટિગાના આ મોડલને ત્રણ બોડી કલર ઓપ્શન- Exquisite Maroon, Silky Silver અને Superior White સાથે રજૂ કરવામાં આવી છે.
Published at : 13 May 2018 10:59 AM (IST)
View More





















