આ પહેલા માર્ચમાં અંબાણી પરિવાર અને કેટલાક નજીકના ફેમિલી મેમ્બર્સની હાજરીમાં આકાશે ગોવામાં શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. આકાશ અને શ્લોકા બાળપણથી એકબીજાના સારી રીતે ઓળખે છે. તેઓ બંને એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા.
4/9
કાર્ડ પરની માહિતી મુજબ આ એન્ગેજમેન્ટ સેરેમની મુંબઈમાં આવેલા અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયિમાં જ યોજાશે.
5/9
નોંધનીય છે કે એક મેગેઝીને આકાશ અને શ્લોકાના એન્ગેજમેન્ટ સેરેમનીના ઈન્વીટેશન કાર્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે.
6/9
આ મંદિરમાં કાચનો દારવાજો અને ગણપતિ દાદાની મૂર્તિ છે. મંદિરની ઉપરના ભાગ પર એન્ગેજમેન્ટ કાર્ડ મૂકવામાં આવ્યું છે.
7/9
નીતા અંબાણી હાથમાં જોવાયેલું કાર્ડ બહારથી એક સફેદ બોક્સ જેવું હતું. જ્યારે તેને ખોલો છો તો અંદર સૌથી પહેલા ગણપતિનું મંદિર દેખાય છે.
8/9
સગાઈને લઈને હાલમાં જ નીતા અંબાણી દીકરા અનંત અંબાણી સાથે બોક્સની સાઈઝનું કાર્ડ લઈને મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરે ગણપતિને સૌથી પહેલું આમંત્રણ કાર્ડ આપવા માટે પહોંચ્યા હતા. જોકે હવે આ એન્ગેજમેન્ટ સેરેમનીનું કાર્ડથી અંદરથી કેવું છે તેનો વીડિયો સામે આવ્યો છે.
9/9
નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઈ 30 જૂનના રોજ થવની છે. આકાશ અંબાણી હીરા કારોબારી રસેલ મેહતાના દીકરી શ્લોકા મેહતા સાથે લગ્ન કરવાના છે અને 30 જૂનના રોજ મુંબઈમાં બન્નેની સગાઈ થશે. સગાઈ અંબાણીના મુંબઈમાં આવેલ ઘર એન્ટિલિયામાં થશે. આ પહેલા આ વર્ષે 24 માર્ચના રોજ ગોવામાં બન્નેની પ્રી એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી.