પેટ્રોલિયમ કંપનીઓએ છ થી આઠ મહિનામાં ભોપાલમાં આવા મશીનો મૂક્યા છે, જે સેલ્ફ સર્વિસવાળા હશે. આ મશીનથી ગ્રાહક પોતાના વાહનોમાં સેલ્ફ સેવાથી પેટ્રોલ-ડીઝલ ભરી શકશે અને પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકશે. આ માટે પેટ્રોલિયમ કંપનીઓએ વિદેશથી મશીનની મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
2/4
માઇક્રો એટીએમ ઓક્સિજન મશીન એ એક પ્રકારનું પોઇન્ટ ઓફ સેલ (પી.ઓ.એસ) મશીન છે. આ મશીન ડેબિટ, ક્રેડિટ, ક્યુઆર કોડ, ભીમ, આધાર-પે અને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) સાથે સંકળાયેલ સેવાનો લાભ મળશે. તે માટે મશીનમાં એકવાર કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
3/4
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએલ) તેના માટે ઓક્સિજન માઇક્રો એજન્સી અને આઇડીએફસી બેંક સાથે કરાર કર્યો છે. મધ્યપ્રદેશના ભોપાલમાં બે પેટ્રોલ પંપમાં પણ મશીન મુકવામાં આવ્યા છે.
4/4
નવી દિલ્હીઃ ટૂંકમાં જ દેશભરમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે રોકડ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ લઈ જવાની જરૂર નહીં રહે. પેટ્રોલ પંપ પર અંગૂઠો રાખતા જ પેમેન્ટ થઈ જશે. આગામી બે મહિનામાં આ સેવા શરૂ થઈ જશે. આ સુવિધા માઈક્રો એટીએમ ઓક્સીજન મશીન દ્વારા શક્ય બનશે.