નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય ત્યારે તેને બ્લોક કરવો જરૂરી હોય છે. પરંતુ ઘણીવાર ખોવાયેલું ક્રેડિટ કાર્ડ પરત મળી જાય ત્યારે તને અનબ્લોક કરાવવા માટે બેંકનો સંપર્ક કરવો પડતો હોય છે. હવેથી આમ નહીં થાય. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
2/4
ICICI બેંકે આ માટે તેની આઈમોબાઇલ એપ પર મેનેજ કાર્ડનું એક ઓપ્શન આપ્યું છે. એપ પર લોગ ઈન કર્યા બાદ તમારે કાર્ડ્સ સેક્શનમાં જવું પડશે. અહીંયા કાર્ડ ઈન્ફોર્મેશન નીચે મેનેજ કાર્ડનું ઓપ્શન મળશે. જેના પર ક્લિક કર્યા બાદ તેની સામે એટીએમ વિથડ્રોઅલ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ઈન્ટરનેશલ ટ્રાન્ઝેક્શન બ્લોક અને અનબ્લોક કરવાનો વિકલ્પ મળે છે.
3/4
જો તમે કાર્ડને બ્લોક કરવા ઈચ્છતા હો તો કાર્ડ ઈન્ફોર્મેશન નીચે 'Temp Block'નો વિકલ્પ મળશે. જેના પર ક્લિક કરતાં જ થોડા સમય માટે કાર્ડ બ્લોક થઈ જશે. આ સુવિધાથી ન તમે માત્ર બેંકને ફોન કરી કાર્ડ બ્લોક કે અનબ્લોક કરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી જશો પરંતુ જરૂર પ્રમાણે કાર્ડને બ્લોક અને અનબ્લોક પણ કરી શકશો
4/4
ICICI બેંકે આ માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. હવે તમે તમારા સ્માર્ટપોન દ્વારા જ ક્રેડિટ કાર્ડ બ્લોક અને અનબ્લોક કરાવી શકો છો. માત્ર એટલું જ નહીં તમે ATM વિથડ્રોઅલ અને ઈન્ટરનેટ બેંકિંગ પણ થોડા સમય માટે બ્લોક કરી શકો છો અને ફરીથી અનબ્લોક પણ કરી શકો છો.