પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો થવાના કારણે તહેવારની સીઝનમાં સામાન્ય લોકોને થોડી રાહત મળી છે. કાલે દિલ્હી સરકારના પેટ્રોલ ડીઝલ પર વેટ ઓછો કરવાના ઈનકારના નિર્ણય બાદ 400 પેટ્રોલ પંપોએ એક દિવસની હડતાળ કરી હતી.
2/3
મુંબઈની વાત કરવામાં આવે તો અહીંયા પેટ્રોલ 86 રૂપિયા 81 પૈસા અને ડીઝલ 78 રૂપિયા 46 પૈસા પ્રતિ લીટર મળી રહ્યું છે. દિલ્હીમાં સતત છઠ્ઠા દિવસે ભાવમાં ઘટાડો થવાના કારણે પેટ્રોલ છ દિવસમાં 1.49 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. જ્યારે ડિઝલમાં 84 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે.
3/3
નવી દિલ્હી: દિલ્હીમાં એક દિવસની હડતાળ બાદ પેટ્રોલ પંપ ખુલી ગયા છે. આજે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સામાન્ય ઘટાડો થયો છે. ઓઈલ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલ પર 10 પૈસા તો ડીઝલ પર સાત પૈસાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલની કિંમત 81 રૂપિયા 34 પૈસા અને ડીઝલની કિંમત 74 રૂપિયા 85 પૈસા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.