મૂળ ગુજરાતી ઉર્જિત પટેલનો જન્મ 28 ઓક્ટોબર 1963નાં રોજ કેન્યામાં થયો હતો. તેમણે સ્કૂલ શિક્ષણ પણ કેન્યામાં જ લીધું છે. ઉર્જિત પટેલનું પૈત્રુક ગામ ખેડા જિલ્લાનું મહુધા છે. તેઓ પાંચની વર્ષની ઉંમરે મહુધા આવ્યા હતા. તેમના પિતા રવિન્દ્ર પટેલ કેન્યામાં બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમના અન્ય કુટુંબીજનો મુંબઈમાં વસે છે.
2/5
નોટબંધીના થોડા મહિના પહેલા તેમણે ભારતીય રિઝર્વ બેંકની કમાન સંભાળી હતી. તેમણે રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું. આ પહેલા તેઓ આરબીઆઈમા ડેપ્યુટી ગવર્નર તરીકે ફરજ બજાવતાં હતા.
3/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે આરબીઆઈમાં કામ કરવું તેમના માટે સન્માનની વાત છે. તેઓ RBIના 24માં ગવર્નર હતાં. તેમનો જન્મ કેન્યામાં થયો હતો. પરંતુ તેઓ મૂળ ચરોતરના મહુધાના પરિવાર સાથે નાતો ધરાવે છે. છેલ્લે 2012માં તેમણે ત્યાં મુલાકાત લીધી હતી.
4/5
ઉર્જિત પટેલનું મહુધાનું ઘર 109 વર્ષ જૂનું છે. 1907માં 400 રૂપિયામાં તેમના પરદાદાએ આ ઘરને ખરીદ્યુ હતું. ઉર્જિત પટેલનાં મહુધા ખાતેના ઘરમાં 9 ઓરડા છે. ઉર્જિત પટેલના ઘર સહીત તેમના પરિવારની ખેતીની જમીન મહુધામાં આવેલી છે. હાલ તેઓ આ જમીનના વારસદાર પણ છે.
5/5
નોટબંધી બાદ 2000થી લઈ 500, 200, 100, 50, 10 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવેલી તમામ નોટ પર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે. નોટબંધી બહાર પડેલી તમામ ચલણી નોટો પર સહી કરનારા તેઓ પ્રથમ ગર્વનર છે.