આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2019 ગ્રોથ અનુમાન 7.4 ટકા પર જાળવી રાખ્યું છે. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે જીડીપી ગ્રોથ 7.5-7.6 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબર-માર્ચની વચ્ચે જીડીપી ગ્રોથ 7.3-7.4 ટકા રહેવાનો અંદાજ છે. આરબીઆઈએ મોંઘવારી દરનું અનુમાન વધાર્યું છે. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે મોંઘવારી દર 4.8-4.9 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબર-માર્ચની વચ્ચે મોંઘવારી દર 4.7 ટકા રહેવાનો અંદાજ છે.
2/2
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે ક્રેડિટ પોલિસીમાં વ્યાજ દરમાં ફેરફારની જાહેરાત કરી છે. આરબીઆઈએ રેપો રેટ 0.25 ટકા વધારીને 6.25 ટકા કર્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 0.25 ટકા વધીને 6 ટકા કરવામાં આવ્યો છે. સમિતિના બધા જ સભ્યોએ રેપો રેટમાં વધારાના પક્ષમાં વોટ કર્યો હતો.