શોધખોળ કરો
ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ થઈ શકે છે ખત્મ, RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય
1/6

નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આરબીઆઈએ બેંકોને છૂટ આપી છે કે તે ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જિસ ખુદ નક્કી કરી શકે છે. રાજ્ય નાણાં પ્રધાન સંતોષ કુમાર ગંગવારે શુક્રવારે આ જાણકારી લોકસભામાં આપી. રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડ્સના લેણાં પર વ્યાજના દરો નિયમનમુક્ત કર્યા છે. બેન્કોએ તેમના સંબંધિત બોર્ડના ડિરેક્ટરોની મંજૂરી સાથે વ્યાજ દરો નક્કી કરવાનું હોય છે.
2/6

નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે વેપારીઓને આધાર ઇનાબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી થતી ચુકવણીઓ પર ૦.૫ ટકા ઇન્સેન્ટિવ આપવા માટેની યોજનાને બહાલી આપી છે. પીઓએસ ઉપકરણો પર ડેબિટ કાર્ડ્સના ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં પહેલી જાન્યુઆરી અને ૩૧ માર્ચ, ૨૦૧૭ વચ્ચે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રૂપિયા ૧૦૦૦ના મૂલ્ય સુધીના ટ્રાન્ઝેક્શન પર ૦.૨૫ ટકાની મર્યાદા છે.
Published at : 06 Feb 2017 11:16 AM (IST)
View More























