નવી દિલ્હીઃ ચાલુ વર્ષે અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને 78ના સ્તર પર આવી શકે છે. જેનું મોટું કારણ વધતી રાજકોષીય તથા ચાલુ ખાતાની ખોટ છે. કાર્વીના રિપોર્ટ મુજબ આ બંને ખોટના કારણે ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં વધુ ઘટાડો આવી શકે છે.
2/3
ચૂંટણી વર્ષને જોતા વિદેશી સંસ્થાગત રોકાણકારો ભારતીય માર્કેટમાં રોકાણ કરવાથી બચી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ચૂંટણી પરિણામની અનિશ્ચિતતા છે. ડોલર સામે રૂપિયો નબળો પડશે તો તેની ભારતના અર્થતંત્ર પર ઘણી મોટી અસર જોવા મળશે તેમ પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
3/3
કાર્વીના અધિકારીના જણાવ્યા મુજબ, ડોલર સામે રૂપિયો 68 થી 69.ના સ્તરથી ઉપર આવી શકે છે અને 73.70થી 74.50ના સ્તર સુધી જવાની આશંકા છે. જો ભારતીય ચલણ 74.50ના સ્તરને પાર કરશે તો 2019માં ગગડીને 78ના સ્તર સુધી પહોંચી શકે છે.