કઈ બેંકનો કોડ કયો છે તે એસબીઆઈની વેબસાઈટ પર જોઈ શકાય છે. એસબીઆઈ જમા રાશિના મામલે ભારતમાં સૌથી મોટી ભારતીય બેંક છે. તેની દેશભરમાં 22,428 બ્રાન્ચ છે. ગત વર્ષે એપ્રિલમાં પાંચ સહયોગી બેંકો- સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર અને ભારતીય મહિલા બેંકનું પણ એસબીઆઈમાં વિલય થઈ ગયું હતું.
2/3
ઉલ્લેખનીય છે કે, એસબીઆઈની છ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકનું તેમાં મર્જર એક એપ્રિલ 2017થી પ્રભાવી છે. બેંકે જે યાદી જારી કરી છે, તેમાં એ શાખાઓના જૂના નામ અને આઈએફએસસી કોડનો પણ ઉલ્લેખ કરાયો છે.
3/3
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ પોતાની બેન્કિંગ સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા છે. જો તમે એસબીઆઈ અથવા અન્ય કોઈપણ બેંકના ગ્રાહક છો તો આ અહેવાલ તમારા માટે ખૂબ જરૂરી છે. એસબીઆઈએ પોતાની અંદાજે 1295 બ્રાન્ચના નામ અને આઈએફએસસી (IFSC)માં ફેરફાર કર્યા છે. બેંકે આ ફેરફાર પોતાની છ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકના મર્જર થયા બાદ કર્યા છે. જો તમને તમારી બ્રાન્ચના નામ અને આઈએફએસસી કોડ વિશે યોગ્ય જાણકારી નહીં હોય તો ભવિષ્યમાં તમારું ઓનલાઈન ટ્રાન્ઝેક્સનમાં મુશ્કેલી આવી શકે છે.