બેથી ત્રણ વર્ષના ગાળા માટેની થાપણોના વ્યાજ દર 7 ટકાથી ઘટાડીને 6.85 ટકા કરવામાં આવ્યા છે. આ વ્યાજ દર નવી એફડી ઉપરાંત જે જૂની એફડી રિન્યૂ થઈ રહી છે તેના પર લાગુ થશે.
2/5
જાણકારી અનુસાર એક્સિસ બેંકે પોતાના લેન્ડિંગ રેટ્સમાં 15-20 બેસિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે બેંકનો વ્યાજ દર 9.05 ટકા પર આવી ગયોછે. આ બન્ને બેંક ઉપરાંત કોટક બેંકે પણ આવતા મહિનાથી વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
3/5
ઉપરાંત 456 દિવસથી બે વર્ષના ગાળા માટેની થાપણો પર 7.10ના દરથી ઘટાડીને 6.95 ટકા કર્યો છે.
4/5
નવી દિલ્હીઃ નોટબંધીને કારણે બેંકોની બહાર માત્ર નોટ બદલાવવા માટે જ લાઈનો જોવા નથી મળતી પરંતુ જૂની નોટો જમા કરાવવાને કારણે બેંકોનો ખજાનો પણ ભરાઈ ગયો છે. જેની અસર હવે જોવા મળી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલીક થાપણો પણના વ્યાજ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે એક્સિસ બેંકે પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યાની સાથે જ બેંકો આ પ્રગારના પગલા લઈ રહી છે.
5/5
એસબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે તેણે એક વર્ષથી 455 દિવસના ગાળા માટેની થાપણોના વ્યાજ દર 0.15 ટકા ઘટાડીને 6.9 ટકા કર્યા છે જે પહેલા 7.05 ટકા હતા. આ દર આવતીકાલથી લાગુ થશે.