એસબીઆઈના કહેવા મુજબ 1 ડિસેમ્બર,2018 સુધી મોબાઇલ નંબર નહીં રજિસ્ટાર કરાવનારા લોકોની ઈન્ટરનેટ બેંકિંગ સર્વિસ બ્લોક કરી દેવાશે. જે બાદ તમે ઈન્ટરનેટ બેંકિંગથી કોઈપણ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો.
2/3
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ onlinesbi.com પર આપવામાં આવેલી માહિતી મુજબ, જો તમે એસબીઆઈ ઇન્ટરનેટ બેંકિંગ સર્વિસનો ઉપયોગ કરતા હોવ પરંતુ હજુ સુધી તમારો મોબાઇલ નંબર બેંક સાથે રજિસ્ટર ન કરાવ્યો હોય તો 1 ડિસેમ્બરથી ઈન્ટરનેટ બેંકિંગ બંધ થઈ શકે છે.
3/3
તમને દરેક ટ્રાન્ઝેક્શનની જાણકારી મળતી રહે તે માટે મોબાઇલ નંબરને બેંક એકાઉન્ટ સાથે જોડવો જરૂરી છે. તેનાથી કોઈપણ પ્રકારની સંભવિત છેતરપિંડીથી બચવામાં મદદ મળે છે.