શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં આજે બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. જેમાં બીએસઈની 30 કંપનીઓના શેર પર આધારિત સેન્સેક્સ 305.88 અંક એટલે કે 0.82 ટકાના સુધારા સાથે 37,427 પર અને નિફ્ટી 84 અંકની તેજી સાથે 11,318 પર ખૂલી હતી.
2/6
કેન્દ્રીય બેંકે આ કાર્યવાહીથી બેન્કિંગ સેક્ટરના મેનેજમેન્ટથી લઈ કેન્દ્ર સરકાર સુધ્ધાંને કડક સંદેશો આપ્યો છે. શુક્રવારના રોજ યસ બેંકના શેરોમાં અંદાજે એક તૃત્યાંશ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આથી બેંકની માર્કેટકેપમાં એક ઝાટકે 3 અબજ ડોલર એટલે કે અંદાજે 21,700 કરોડ રૂપિયાનો ઘટાડો આવી ચૂક્યો છે.
3/6
યસ બેંકના સીઈઓ રાણા કપૂરનો કાર્યકાળ સમય કરતાં પહેલાં ખત્મ કરવાના આરબીઆઈના નિર્ણયની બેંકના શેરો પર ઘણી અસર જોવા મળી રહી છે. કપૂર 31મી જાન્યુઆરી 2019ના રોજ રિટાયર થવાના હતા પરંતુ આરબીઆઈ તેમના 3 વર્ષના કાર્યકાળને સંપૂર્ણપણે રોકી દીધો છે.
4/6
હાલ હજુ ઘટાડાનું કોઈ કારણ સમજાઇ રહ્યું નથી. પરંતુ આ ઘટાડમાં સૌથી વધુ બેન્કિંગ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓના શેર ઉંધા માથે પટકાયા હતાં. હાલ નિષ્ણાંતોનું માનવું છે કે, શેરહોલ્ડરોએ ગભરાવાની જરૂર નથી. બજારમાં ઘટાડાના લીધે DHFLનો શેર 55% અને યસ બેંકનો શેર 30% સુધી તૂટી ગયા હતા. એવી પણ ચર્ચાઓ ચાલતી હતી કે ડીએચએફએલ અને યશ બેંકના કારણે માર્કેટ આટલું બધું તૂટ્યું છે.
5/6
એક સમયે સેન્સેકસમાં અંદાજે 1200 અંક જેટલું ગાબડું પડી ગયું હતું, જે નોટબંધી બાદ સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી પણ 11000ના આંકડાથી નીચે પહોંચી ગઈ હતી. જોકે થોડા સમયમાં જ માર્કેટે રિક્વર કરી લીધું હતું.
6/6
મુંબઈ: શેર માર્કેટમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન જોરદાર ઉથલ-પાથલ જોવા મળી હતી. જેના કારણે રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી તેજી સાથે ખૂલ્યા હતી અને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં તેજી પણ જોવા મળી હતી. જોકે અચાનક માર્કેટમાં શું થયું કે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉપલી ટોચેથી પટકાયા હતાં.