વર્તમાન નિયમો મુજબ શેર ટ્રાન્સફર કરનારા વ્યક્તિ ઉપરાંત જે વ્યક્તિના નામે શેર કરવાના હોય તેમને પણ પાન કાર્ડ આપવાની જરૂર પડતી હતી. જે બાદ શેર ટ્રાન્સફરનું રજિસ્ટ્રેશન થતું હતું. આ કારણે વિદેશમાં રહેતા નાગરિતોને શેર ટ્રાન્સફર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કારણકે તેમાંથી ઘણાની પાસે પાન કાર્ડ નહોતું. સેબીએ કહ્યુ કે, આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની પાસે રહેલા ઇક્વિટી શેર નજીકના સંબંધીઓને ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં પતિ, પત્ની, માતા-પિતા, ભાઇ, બહેન અને બાળકોનો સમાવેશ થાય છે.
2/3
સોમવારે સેબીએ પ્રવાસી ભારતીયો, ભારતીય મૂળના લોકો અને વિદેશી નાગરિકોને પાન કાર્ડની કોપી જમા કરાવવામાંથી છૂટ આપી છે. ઉપરાંત તેમની પાસે રહેલા ઇક્વિટી શેર નજીકના સંબંધીઓને આપવાની પણ મંજૂરી આપી છે. જોકે આ માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
3/3
મુંબઈઃ શેરબજારમાં રોકાણ કરીને તગડું વળતર મેળવવાના અનેક રસ્તા છે. શેરબજારમાં માત્ર ભારતીય લોકો જ રોકાણ કરી શકે છે તેવું નથી, બજાર નિયામક સેબી પ્રવાસી ભારતીયો, ભારતીય મૂળના લોકો અને વિદેશી નાગરિકોને પણ ઇક્વિટી શેર ખરીદવાનો મોકો આપે છે. હવે સેબી દ્વારા આવા રોકાણકારને મોટી રાહત આપવામાં આવી છે.