સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ આપ કોઇપણ પોસ્ટ ઓફિસ કે બેંકની અધિકૃત શાકામાં ખોલાવી શકો છો. સામાન્ય રીતે બેંક PPF ખાતુ ખોલવાની સુવિધા ઉપલબધ કરાવશે. તે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ પણ ખોલાવે છે.
2/5
શરૂઆતમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા પર વ્યાજ વાર્ષિક આધાર પર મળે છે. પણ એક નિયમ મુજબ સરકાર આ યોજના હેઠળ જમા રાશિ પર દર ત્રણ મહિને નવું મુજબ મળશે. આ પ્રાવધાન અન્ય નાની બચત યોજનાઓ જેમ કે, PPF અને સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં પહેલેથી છે. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.1 ટકા વ્યાજ (ચગ્રવૃદ્ધિ) વાર્ષિક મળે છે.
3/5
નવી દિલ્હીઃ ભારત સરકારે બાળકીઓના શિક્ષણ માટે બચત કરનારી એક યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જાન્યુઆરી 2015માં શરૂ કરી હતી. આ યોજના ખૂબ ચર્ચામાં રહી છે. સરકારે હાલમાં જ આ યોજના સાથે જોડાયેલ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર એકાઉન્ટ ખોલવા માટે લઘુતમ રકમથી વાર્ષિક મહત્તમ જમા રકમને લઈને કરવામાં આવ્યા છે.
4/5
હવે આ યોજનામાં ખાતુ ખોલવા માટે આપે ફક્ત 250 રૂપિયા જમા કરાવવા પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાથી જોડાયેલાં નિયમોમાં આ સૌથી મહત્વનો ફેરફાર છે. આ પહેલાં આ યોજના હેઠળ ખાતુ ખોલવા માટે 1000 રૂપિયા જમા કરાવવા પડતા હતાં હવે આપની બાળકી માટે આ ખાતુ ફક્ત 250 રૂપિયામાં ખોલાવી શકાય છે. આ નિયમમાં બદલાવ સુકન્યા સમૃદ્ધિ યોજના (સંશોધન) કાયદો, 2018 અન્તર્ગત કરવામાં આવ્યો છે.
5/5
સરાકર તરફથી સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક લઘુતમ રકમ રાખવાની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે આ પહેલાં વર્ષે ઓછામાં ઓછા 1000 રૂપિયા બચતમાં મુકવા અનિવાર્ય હતાં જે હવે ઘટાડીને 250 રૂપિયા કરી દેવામાં આવ્યાં છે નવો નિયમ 6 જુલાઇ 2018થી પ્રભાવમાં આવ્યો છે.