નવું એક્સેસ 125 હોન્ડા એક્ટિવા 12 અને નવી હીરો ડેસ્ટિની 125ને ટક્કર આપશે.
2/5
નવી સુઝુકી એક્સેસ 125 બ્લૂ, સિલ્વર, રેડ, બ્લેક, મેટાલિક ગ્રે એમ પાંચ કલરમાં ઉલબ્ધ છે. આ સ્કૂટરમાં કંપનીએ શ્રેષ્ઠ ફીચર્સ આપ્યા છે. જેમાં આકર્ષક એલોય વ્હીલ, એનાલોગ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર, વન પુશ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, ફ્રન્ટ પોકેટ, ચાર્જિંગ સિસ્ટમને સામેલ કરી છે. આ સ્કૂટર 60 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજ આપશે તેવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં કંપનીએ 5.6 લીટરની ફ્યૂલ ટેન્ક આપી છે. સુઝુકી એક્સેસનું કુલ વજન 101 કિલોગ્રામ છે.
3/5
સુઝુકી એક્સેસ 125ના જૂના મોડલમાં કંપનીએ ડ્રમ બ્રેકનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ નવા મોડલમાં કંપનીએ બ્રેકિંગ સિસ્ટમને વધારે મજબૂત કરીને નવી કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમને સામેલ કરવામાં આવી છે. બ્રેકિંગ સિસ્ટમને બાદ કરતાં આ સ્કૂટરમાં અન્ય કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
4/5
કંપનીએ પહેલાની જેમ જ આ મોડલમાં પણ 125 સીસીની ક્ષમતાના એરકૂલ્ડ એન્જિનનો પ્રયોગ કર્યો છે. જે સ્કૂટરને 8.4 બીએચપીનો પાવર અને 10.2 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનનો ઉપયોગ કંપનીએ તાજેતરમાં રજૂ કરેલી મેક્સી સ્કૂટર બર્ગમેન સ્ટ્રીટમાં પણ કર્યો છે.
5/5
નવી દિલ્હીઃ સુઝુકીએ ભારતીય માર્કેટમાં તેના લોકપ્રિય સ્કૂટર એક્સેસ 125ને નવી ટેક્નોલોજી અને લેટેસ્ટ ફીચર્સ સાથે લોન્ચ કરી દીધું છે. કંપનીએ આ સ્કૂટરમાં નવી કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS)ને સામેલ કરી છે. જેનાથી રાઇડ પહેલા કરતાં પણ વધારે સુરક્ષિત થઈ જશે. આ નવું ફીચર સામેલ કરવામાં આવ્યા બાદ સુઝુકી એક્સેસ 125ની કિંમતમાં સામાન્ય વધારો થયો છે. નવા એક્સેસ 125ની કિંમત 56,667 રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી થઈ ગઈ છે.