લિમિટેડ એડિશન કારમાં 1.2 લીટર 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે 80PS પાવર અને 104Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 1.4 લીટર ડીઝલ એન્જિન 68PS પાવર અને 170Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે.
2/5
નવી દિલ્હીઃ ટોયોટા કિર્લોસ્કર મોટરે હેચબેકની નવી લિમિટેડ એડિશન વેરિયન્ટ લોન્ચ કરી છે. તેનું નામ Dual-Tone Liva લિમિટેડ રાખવામાં આવ્યું છે. પેટ્રોલ વેરિયન્ટની કિંમત 6.50 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) અને ડીઝલ વેરિયન્ટની કિંમત 7.65 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.
3/5
આ નવી કારમાં 6.8 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે રિવર્સ કેમેરા માટે ડિસ્પ્લેનું પણ કામ કરશે. સેફ્ટીના હિસાબે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS અને સ્ટાન્ડર્ડ તરીકે ISOFIX ચાઇલ્ડ સીટ આપવામાં આવી છે.
4/5
નવી લિમિટેડ એડિશન વેરિયન્ટમાં થયેલા બદલાવની વાત કરીએ તો ગ્રિલ અને ફ્રન્ટ બમ્પર પર રેડ એક્સેંટ્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત તેમાં રેડ અને બ્લેક ટોનની સાથે સ્ટિકર્સ પણ આપવામાં આવ્યા છે. આ કારમાં ફ્રન્ટ બમ્પરમાં ફોક્સ કાર્બન ઈન્સ્ટર્સ પણ આપવામાં આવ્યું છે. ડોર હેન્ડલ પર રેડ શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
5/5
આ લિમિટેડ એડિશન મોડલને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. કંપનીએ આગામી તહેવારો પહેલા વેચાણ વધારવા આ વ્યૂહરચના અપનાવી હોવાનું માનવામાં છે. આ લિમિટેડ એડિશન મોડલ માત્ર સફેદ અને બ્લેક કલરના ટૂ ટોન પેઈન્ટજોબ સાથે મળશે. જોકે ચારેબાજુથી તેમાં રેડ એક્સેંટ્સ આપવામાં આવ્યું છે. આ લિમિટેડ એડિશન મોડલ પેટ્રોલ અને ડીઝલ એન્જિનની સાથે VX વેરિયન્ટ પર જ મળશે.