શોધખોળ કરો
વોડાફોનનો નવો પ્રીપેડ પ્લાન, 69 દિવસની વેલિડિટી સાથે મળશે 96.6 GB ડેટા, જાણો
1/3

નવા પ્લાનમાં ગ્રાહકોને Vodafone Play એપનું એક્સેસ પણ મળશે. Vodafone Playના માધ્યમથી ગ્રાહકો મૂવી, લાઈવ ટીવીની સાથે અન્ય ઘણી બધી સેવાઓનો લાભ મેળવી શકે છે. ગ્રાહકોએ પહેલા પ્લે સ્ટોરથી વોડફોન પ્લે એપ ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવી પડશે. વોડાફોને પોતાના ગ્રાહકોને 458 રૂપિયાનો પણ એક પ્લાન ઓફર કરી રહ્યું છે. 84 દિવસની વેલિડિટીના આ પ્લાનમાં ગ્રાહકોને 1.4 GB ડેટા પ્રતિદિવસ મળી રહ્યો છે.
2/3

વોડાફોનની વેબસાઈટ પર નવા 396 રૂપિયાના પ્રીપેડ પ્લાન વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 69 દિવસ સુધી 1.4 GB પ્રતિદિવસના હિસાબે કુલ 96.6 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ એનલિમિટેડ એસટીડી, લોકલ અને રોમિંગ કોલની સાથે 100 એસએમએસ પ્રતિદિવસ આપવામાં આવી રહ્યા છે.
Published at : 14 Jan 2019 06:14 PM (IST)
Tags :
VodafoneView More





















