વિવાદ વધતા એરટેલ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તે પોતાના કોઇપણ ગ્રાહક કે કર્મચારી સાથે જાતિ કે ધર્મના નામે ભેદભાવ નથી કરતી. કંપનીએ બધાને વિનંતી કરી કે આ ઘટનાને 'ધાર્મિક રંગ' ન આપો.
2/7
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મામલામાં એરટેલને આડે હાથ લીધી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, "મેં આખી વાતચીત વાંચી અને હું મારો નંબર પોર્ટ કરવવા માંગુ છું. સાથે એરટેલ ડીટીએચ કનેક્શન બંધ કરાવવા માંગુ છું."
3/7
એરટેલે આ વાત પર વિરોધ કરવાની જગ્યાએ કર્મચારી બદલી દીધો. જે પછી તે છોકરીને ગગનજોત નામના વ્યક્તિએ રિપ્લાઇ કર્યો અને તેની ફરિયાદ ઉકેલવાનું આશ્વાસન આપ્યું.
4/7
પૂજાએ ટ્વિટમાં લખ્યું હતું કે, ડિઅર શોએબ, તમે મુસલમાન છો અને મને તમારા કામ કરવાની રીત પર વિશ્વાસ નથી. કારણ કે તમારા કુરાનમાં કસ્ટમર્સની સેવાની પણ અલગ રીત હશે. હું ઇચ્છું છું કે મારી મદદ માટે એરટેલ એક હિન્દુ રિપ્રેઝન્ટેટિવ આપે.
5/7
જોકે રિપ્લાઈ કરનાર મુસ્લિમ હોય પૂજાએ એરટેલ પાસે હિંદુ રિપ્રેઝન્ટેટિવની માગ કરી. તમને જણાવીએ કે પૂજાના ટ્વિટર પર 10500 ફોલોવર છે.
6/7
પૂજા સિંહ નામની એરટેલ DTH કસ્ટમરે ટ્વિટર પર કંપનીને સર્વિસ એન્જીનિયરની ફરિયાદ કરતાં એક ટ્વીટ કર્યું. તેના પર કંપની તરફતી શોએબ નામના કર્મચારીએ રિપ્લાઈ કર્યો.
7/7
નવી દિલ્હીઃ એરટેલ ઇન્ડિયા સોમવારે એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર એરટેલ પર ધર્મના આધારે ભેદભાવ રાખવાનો આરોપ લાગ્યો છે. એરટેલ ટેલીકોમ કંપનીને તેના કોઈ ગ્રાહકે ‘હિન્દૂ રિપ્રેઝન્ટેટિવ’ની માગ કરી અને કંપનીએ તેના માટે સહમતી પણ દર્શાવી. તેને લઈને હવે વિવાદ ઉભો થયો છે.