Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં 11 આદિવાસી મહિલાઓ પર બળાત્કારના આરોપી 21 પોલીસ કર્મીઓ નિર્દોષ જાહેર
કોર્ટે આદેશ આપ્યો કે બળાત્કાર પીડિતોને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્ધારા વળતર ચૂકવવામાં આવે.
![Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં 11 આદિવાસી મહિલાઓ પર બળાત્કારના આરોપી 21 પોલીસ કર્મીઓ નિર્દોષ જાહેર 2007 Andhra tribal women gang-rape case: Special court acquits all 13 accused cops Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં 11 આદિવાસી મહિલાઓ પર બળાત્કારના આરોપી 21 પોલીસ કર્મીઓ નિર્દોષ જાહેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/08/95605d54a7297c40bfc6a12b211cd1bf168096638573574_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના એક ગામમાં 16 વર્ષ પહેલા 11 કોંધ આદિવાસી મહિલાઓ પર સામૂહિક બળાત્કારના આરોપી 21 પોલીસકર્મીઓને વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. બે તપાસ અધિકારીઓની નિષ્પક્ષ તપાસ કરવામાં નિષ્ફળતાના કારણે કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.
ઓગસ્ટ 2007માં એક વિશેષ ટીમ 'ગ્રેહાઉન્ડ્સ' સાથે જોડાયેલા પોલીસકર્મીઓ દ્વારા મહિલાઓ પર કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. 2018માં વિશાખાપટ્ટનમમાં સુનાવણી શરૂ થઈ હતી. ગુરુવારે (6 એપ્રિલ) ના રોજ 11મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ-કમ-સ્પેશિયલ કોર્ટે પોલીસકર્મીઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગેરરીતિની તપાસના આધારે નિર્દોષ જાહેર કર્યા સાથે સુનાવણી પૂરી થઈ હતી. દરમિયાન, કોર્ટે આદેશ આપ્યો કે બળાત્કાર પીડિતોને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DALSA) દ્વારા વળતર ચૂકવવામાં આવે.
શું હતો આરોપ?
હ્યુમન રાઈટ્સ ફોરમ (HRF) ના સભ્યના જણાવ્યા અનુસાર, આરોપી પોલીસકર્મીઓમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી અને તેમાંથી કેટલાક નિવૃત્ત થયા હતા, જ્યારે કેટલાક મૃત્યુ પામ્યા હતા. HRF-આંધ્રપ્રદેશ રાજ્ય સમિતિના ઉપ-પ્રમુખ એમ સરથે આક્ષેપ કર્યો હતો કે, "11 આદિવાસી મહિલાઓ પર ઓગસ્ટ 2007માં ગ્રેહાઉન્ડસ દળો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી."
23 વર્ષ જૂનો કેસ
એચઆરએફનો આરોપ છે કે 20 ઓગસ્ટ, 2007ના રોજ 21 સભ્યોની વિશેષ પોલીસ ટીમ સર્ચ ઓપરેશન માટે એક ગામમાં ગઈ હતી અને 11 આદિવાસી મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. HRF એ કહ્યું, "કોર્ટે બળાત્કાર પીડિતોને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે તે હકીકત દર્શાવે છે કે કોર્ટે તેમના નિવેદનોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે."
Crime News: રાજકોટમાં 15 વર્ષીય સગીરાની છેડતી, સ્કૂલેથી આવતા સમયે આરોપીએ.....
Crime News: રાજકોટમાં વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 15 વર્ષીય સગીરા જ્યારે સ્કૂલેથી આવતી જતી હતી ત્યારે આરોપી તેનો પીછો કરતો હતો. હવે આ મામલે અંશ ડોડીયા નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. સગીરાની માતા નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
અમદાવાદના બાપુનગરમાં ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરતા અરેરાટી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા રાધારમણ ફ્લેટ પાસે હત્યાની ઘટના સામે આવી છે. જાહેરમાં થયેલી હત્યાના વીડિયો સામે આવ્યા છે. ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આરોપી ભાઈ અને તેના સાળા સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. બાપુનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ હત્યા કેમ કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)