બનાસકાંઠાના 42 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપિંડી, ટ્રેકટર આપવાના મામલે કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો
બનાસકાંઠાના દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના લોકોના ડોક્યુમેન્ટ લઈ તેમને ટ્રેક્ટર અપાવ્યાં બાદ તેમની સાથે મોટી છેતરપિડીં થઇ હોવાની ઘટના સામે આવી છે. શું છે સમગ્ર ઘટના
બનાસકાંઠા: દાતા તાલુકાના 42 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપિડીનો મોટો મામલો સામે આવ્યો છે. ટ્રેક્ટરના નામે ખેડૂતો સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. જાણીએ શું છે સમગ્ર મામલો
શું છે સમગ્ર મામલો
બનાસકાંઠાના દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં 6 મહિના પહેલા દાહોદના એક વ્યક્તિએ આ 42 ખેડૂતોને ટ્રેક્ટર અપાવીને તેના ટ્રક્રટરને ભાડે લઇને જઇને ટ્રેક્ટરનું ભાડુ આપવાની સાથે EMI પણ ભરવાનો વાયદો કર્યો હતો આટલું જ નહી ઉપરાંત તેમને ટ્રેક્ટ ભાડા પેટે આપવા બદલ મહિને 20 હજાર રૂપિયા ચૂકવવાનો પણ વાયદો કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, દાતા તાલુકાની કવોરી આવેલી છે અને આ ક્વોરીમાં ટ્રેક્ટર ભાડેથી ફરે અને ખેડૂતનો લોનના હપ્તો પણ ભરાઇ તેવો વાયદો હતો. આ મુજબ ખેડૂતોએ તેમના ડોક્યુમેન્ટ પર લીધેલી લોનના પરના ટ્રેક્ટર ક્વોરી પર ભાડે આપ્યા હતા પરંતુ થોડા મહિના બાદ ખેડૂતને પૈસા મળતા બંધ થઈ ગયા અને ટ્રેક્ટરના EMI પણ ભરાવાવનું બંધ થઇ ગયું. બાદ ખેડૂતો ક્વોરી પર તપાસ કરવા પહોંચ્યાં તો ત્યાં ખેડૂતોના ટ્રેક્ટર પણ ન હતા કે એ શખ્સ પણ ન હતો. જેના વાયદાના આધારે ખેડૂતોએ ટ્રેક્ટર ભાડે આપ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને 42 ખેડૂતોએ પોલીસ ફરિયાદ નોંઘાવી છે. બનાસકાંઠાના 42 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપિંડીના મામેલ પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યો છે.
આ પણ વાંચો