Crime News: ચેન્નઇમાં 13 વર્ષની છોકરી પર 12 લોકોએ આચર્યું દુષ્કર્મ, માતા વિરુદ્ધ પણ કેસ દાખલ
Crime News: તમિલનાડુમાં પોલીસે 13 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં 6 સગીરો સહિત કુલ 12 લોકોની ધરપકડ કરી છે.

Crime News: તમિલનાડુથી એક ખળભળાટ મચાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુમાં પોલીસે 13 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં 6 સગીરો સહિત કુલ 12 લોકોની ધરપકડ કરી છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરીને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેની માતા તેને લઇને ચેંગલપટ્ટુ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલમાં તપાસ બાદ ખબર પડી કે છોકરી ગર્ભવતી હતી. હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પલ્લાવરમ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી હતી.
આ કેસમાં પોલીસ તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કુલ 12 આરોપીઓમાંથી એક આરોપીએ પીડિત છોકરી સાથે મિત્રતા કરી હતી. પીડિતા ઘણીવાર તેના માતાપિતા કામ પર જાય ત્યારે ચેન્નઈના પલ્લવરમ વિસ્તારમાં તેના ઘરે એકલી રહેતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ છોકરીને લગ્નના ખોટા વચનો આપીને તેનું જાતીય શોષણ કર્યું હતું. આ પછી આરોપીએ તેના અન્ય સાથીઓને પણ ગુનામાં સામેલ કર્યા જેણે 13 વર્ષની છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
આ કેસની તપાસ દરમિયાન પલ્લાવરમ પોલીસે 6 પુખ્ત વયના લોકો અને 6 સગીરોની પણ ધરપકડ કરી હતી. જેમના નામ ડિક્સન, સંજય, અજય, સૂર્યા, નંદકુમાર અને એસ સંજય છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. કેસ નોંધ્યા પછી પુખ્ત વયના છ આરોપીઓને તાંબરમ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે બધા આરોપીઓને પુઝહલ જેલમાં રિમાન્ડ પર મોકલી દીધા હતા અને બધા સગીર આરોપીઓને જુવેનાઇલ ડિન્ટેશન સેન્ટર મોકલવામાં આવ્યા હતા.
પીડિતાની માતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે
આ અત્યંત શરમજનક કેસમાં પીડિત છોકરીની માતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પલ્લાવરમ પોલીસે આરોપી દ્ધારા કરવામાં આવેલા આરોપોના આધારે પીડિત છોકરીની માતા વિરુદ્ધ ઉશ્કેરણીનો કેસ નોંધ્યો છે.
ઉત્તર પ્રદેશના ગોરખપુરના હરપુર બુધહટ પોલીસ સ્ટેશન વિસ્તારના કુચડેહરી ગામમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુચડેહરી ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે. 1500 રૂપિયાના વિવાદને કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.




















