Crime News: તાપીમાં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર, પોલીસનો કાફલો ઘટના સ્થળે
Crime News: તાપીના ડોલવણ તાલુકામાં એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડોલવણ ચાર રસ્તા નજીક રહેતા યુવકની સવારે ઘરમાંથી લાશ મળી આવી હતી.
Crime News: તાપીના ડોલવણ તાલુકામાં એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડોલવણ ચાર રસ્તા નજીક રહેતા યુવકની સવારે ઘરમાંથી લાશ મળી આવી હતી. બાદમાં પોલીસે શંકાસ્પદ મૃતદેહનો કબ્જો લઈ પીએમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે.
અંકુર મહેશભાઈ ચૌધરી નામના 24 વર્ષીય યુવકની ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. જોકે, હત્યાનું કારણ હજુ અંકબંધ છે જેને લઈ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવકની હત્યાને લઈને પરિવારમાં માતમ છવાયો છે. તો સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. વારસિયા વિસ્તારમાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતા આધેડ મહિલાની હત્યા કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક મહિલા અને તેનો પુત્ર ઓમ સાઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવતા હતા. મૃતકનું નામ કમલબેન અરોરા હતું અને તેમની ઉંમર અંદાજે 70 વર્ષની હતી.
હત્યાની ઘટનાની જાણ થતા વારસિયા પોલીસ અને એફએસએલએ ઘટના સ્થળ પર તપાસ હાથ ધરી છે. લોહીના ડાઘા મળતા હત્યા કોણે અને ક્યારે કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે મૃતકના પુત્રને રાઉન્ડ અપ કર્યો છે. તો બીજી તરફ પુત્ર હિમાંશુએ જ માતાની હત્યા કરી હોવાનું પોલીસને અનુમાન છે. પોલીસ હાલ હત્યાનો ભેદ ઉકેલવા એફએસએલની મદદ લઈ રહી છે. જો કે, એવી પણ વાત સામે આવી છે કે, પુત્ર હિમાંશુ અસ્થિર મગજનો હોવાનું અનુમાન છે. જો કે, હત્યાની સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાનું મોત થયું છે. સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી પર માર મારવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ બગાડીયાએ એક પોસ્ટને ડિલિટ કરવાનું સસ્પેન્ડેડ ASI રોનક હિરાણીને કહ્યું હતું. પોસ્ટ ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સસ્પેન્ડેડ પોલીસકર્મીએ સલીમ બગાડીયામાર્યાનો માર માર્યો હતો જેના પગલે સલીમ બગડિયાનું મોત થયું છે. ભેસ્તાન પોલીસે રોનક હિરાણી વિરૂદ્ધ FIR છે.