Crime News: હાલોલમાં સંતાન પ્રાપ્તિના નામે પરિણીત મહિલા પર ઢોંગી સાધુએ આચર્યું દુષ્કર્મ
પંચમહાલના હાલોલમાં ઢોંગી સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી
પંચમહાલના હાલોલમાં ઢોંગી સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. મળતી જાણકારી અનુસાર, ઘોઘંબા તાલુકામા એક મહિલાએ ક્રિષ્નકુમાર ત્રિવેદી નામના ઢોંગી સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે ઢોંગી સાધુએ ઘોઘંબા તાલુકાના એક ગામમાં આવેલી નાનકડી ટેકરી પર લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સંતાન પ્રાપ્તિના નામે પરિણીત મહિલા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ ઢોંગી પર લાગ્યો હતો. હાલોલ ગ્રામ્ય પોલીસે મહિલાની ફરિયાદ નોંધી ઢોંગી સાધુની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.
CRIME NEWS: ખંભાળિયામાં લવ જેહાદનો ચોંકાવનારો મામલો આવ્યો સામે, વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી યુવતી ગર્ભવતી બનાવી
CRIME NEWS: દ્વારકાના ખંભાળિયામાં લવ જેહાદનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જામનગરની યુવતીને વિધર્મી શખ્સે લલચાવીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત સામે આવી છે. દુષ્કર્મ બાદ ગર્ભવતી બનેલી યુવતીને તરછોડી દેતા યુવાન તથા પરિવારજનો સામે ગુનો નોંધાયો છે. સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે યુવતીની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 376 (એન), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના યુવકે અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો
અમદાવાદમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દુષ્કર્મ કરી રૂપિયા પડાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પબ્જી ગેમ દ્વારા જૂનાગઢના યુવકે મિત્રતા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે સગીરા પાસેથી 62 હજાર રુપિયા પડાવ્યા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
હાથ પર સુસાઈડ નોટ લખી મહિલાએ કર્યો આપઘાત
સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મહિલાએ સુસાઈડ નોટમાં લખ્યું કે, 'મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. તો બીજી તરફ પોલીસે પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિની ધરપકડ કરી છે. મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી તેની બનેલી તમામ આપવીતી જણાવી હતી. 'મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે. મૃતક પરિણીતાના બે સંતાનો છે. પતિ પ્રવિણ ગોસ્વામીની ધરપકડ કરી છે.
અમદાવાદમાં IB ઓફિસરે સોપારી આપી પત્નીની હત્યા કરાવતા ચકચાર
અમદાવાદમાં પત્નીના હત્યા કેસમાં IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. સામે આવેલી વિગતો અનુસાર પત્નીની હત્યા કરવા માટે પતિએ જ સોપારી આપી હતી. આ મામલે IB ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. મૃતક મહિલાનું નામ મનીષા દુધેલા હતું, આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, મુખ્ય સૂત્રધાર તરીકે પતિનું નામ ખુલ્યું હતું. તમને જણાવી દઈએ કે, 6 મહિના પહેલા મહિલાની હત્યા થઈ હતી. 22 જુલાઈ 2022 માં મનીષાબેનનું ખૂન થયુ હતું. જે બાદ તેમની માતાએ ફરિયાદ કરી હતી. 302 કલમ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. મહિલાના મર્ડરના આરોપીની તેલંગાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ગળાના ભાગે ઇજા કરી હત્યા કરાઈ હતી. આરોપીની પૂછપરશ બાદ મોટા ખુલાસા થયા હતા