શોધખોળ કરો

Surat: સુરતમાં બેકાબુ બનેલા ઘોડાએ આધેડને લાત મારતા મોત, પોલીસ ફરિયાદ થઈ દાખલ

સુરત: ડાયમંડ નગરી સુરતમાં એક દુખદ ઘટના સામે આવી છે. સુરતમાં બેકાબુ બનેલા એક ઘોડાએ લાત મારતા આધેડનું મોત નિપજ્યું છે. મૃતકનુ નામ નીંબા શંકર પાટીલ છે અને તે આસપાસ નગર 2 માં રહે છે.

સુરત: ડાયમંડ નગરી સુરતમાં એક દુખદ ઘટના સામે આવી છે. સુરતમાં બેકાબુ બનેલા એક ઘોડાએ લાત મારતા આધેડનું મોત નિપજ્યું છે. મૃતકનુ નામ નીંબા શંકર પાટીલ છે અને તે આસપાસ નગર 2 માં રહે છે. નીંબા શંકર પાટીલની ઉંમર 68 વર્ષની હતી. તેઓ ઘર નજીક રસ્તા પર ઉભા હતા. રસ્તા પર બેકાબુ બનેલા ઘોડાએ નીંબા શંકર પાટીલને પાછળથી લાત મારી હતી. આ ઘટનામાં ભોગ બનનાર જમીન પર પટકાયા હતા. 

જમીન પર પટકાયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કિરણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાત ચૂંટણીમાં યુપીવાળી

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત તઈ જશે. પક્ષો-ઉમેદવારો આજે સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો બેન્ડવાજા, ડીજે સાથે રેલીઓ યોજીને શક્તિ પ્રદર્શન કરશે. શનિવાર-રવિવારના ભરપૂર લગ્નો છે. જેના કારણે ઉમેદવારો લગ્નસમારોહમાં જઇને પણ પોતાનો પ્રચાર કરશે.

બોરસદના દાવોલ ખાતેનો વીડિયો વાયરલ થયો

બોરસદના દાવોલ ખાતેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ગુજરાત ચૂંટણી પ્રચારમાં પણ યુપી જેવો માહોલ જોવા મળ્યો. પ્રચાર દરમિયાન  બાર ડાન્સર બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંગ પરમારે બાર ડાન્સર બોલાવ્યાની વાત છે. ડાન્સરને જોઈ યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા.સ્ટેજ પર કોગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. નશાની હાલતમાં યુવાઓ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી.

5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર 
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget